CSMT To High Court સુધીનો વિસ્તાર ફેરિયામુક્ત થાય એના માટે હાઈ કોર્ટે શું આપ્યો આદેશ? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

CSMT To High Court સુધીનો વિસ્તાર ફેરિયામુક્ત થાય એના માટે હાઈ કોર્ટે શું આપ્યો આદેશ?

મુંબઈ: ગેરકાયદે ફેરિયાઓ પર કડક કાર્યવાહી કરવાની જવાબદારી મુંબઈ પાલિકા પર છે. આ ઉપરાંત પાલિકાએ એક વાર જે ફેરિયાઓને હટાવ્યા હોય એ જગ્યાએ ફરી એક વાર ફેરિયાઓ બેસે નહીં તેની જવાબદારી હાઈ કોર્ટે ૨૦૧૯ના આદેશ દ્વારા જેતે સ્થાનિક પોલીસ પર નાખી છે. અનેક વાર આદેશનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવા છતાં પ્રશાસન ધ્યાન નથી આપતું, એવું કોર્ટે જણાવ્યું હતું. માત્ર અસરકારક કાર્યવાહી થઇ રહી હોવાનું દેખાડવા માટે તમામ સંબંધિતોને આખરી તક આપીને હવે પ્રાયોગિત તત્ત્વ પર સીએસએમટીથી મુંબઈ હાઈ કોર્ટ વિસ્તારને નિશ્ર્ચિત કરીને આપવામાં આવ્યો છે. ૧૨ નવેમ્બર સુધીમાં આ વિસ્તાર પૂરી રીતે ગેરકાયદે ફેરિયાઓથી મુક્ત હોવો જોઇએ, એવો આદેશ પણ કોર્ટે પાલિકા અને પોલીસને આપ્યો છે.

ગેરકાયદે ફેરિયાઓ પર નિયંત્રણ રાખવામાં પાલિકા નિષ્ફળ રહી હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. પાલિકાના અધિકારીઓએ કોર્ટમાં વારંવાર ખાતરી આપી હોવા છતાં તેનું પાલન કર્યું નથી, જે અત્યંત ખેદજનક છે. આથી હવે પછી અસરકારક કાર્યવાહી કરવાની આ તમારી છેલ્લી તક છે, એવું કોર્ટે પાલિકા અને પોલીસને જણાવ્યું હતું.

આ પણ વાંચો : દિવાળી માટે BMC એ જારી કરી નવી ગાઈડલાઈન, મુંબઈગરાઓને કરી આ અપીલ?

મુંબઈ પાલિકાના લાઈસન્સ વિભાગના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટે સમયાંતરે હાઈ કોર્ટના આપેલા નિર્દેશનું પાલન કરવા અંગે દેખરેખ રાખવી અને સીએસએમટીથી મુંબઈ હાઈ કોર્ટ વિસ્તારમાં ક્યારે પણ ગેરકાયદે ફેરિયાઓ બેસશે નહીં, એવી તકેદારી રાખવી. ગેરકાયદે ફેરિયાઓ પર કાર્યવાહી કરવા માટે આઝાદ મેદાન પોલીસ સ્ટેશન અને એમઆરએ પોલીસ સ્ટેશનની જવાબદારી હોઇ વધારાના પોલીસ કમિશનરે જરૂરી એવા તમામ સહકાર આપીને પૂરતું પોલીસ બળ પૂરું પાડવું. કાર્યવાહીનું આ વિશેષ અભિયાન ૧૨ નવેમ્બર પછીની સુનાવણી સુધી સતત ચાલુ રાખવું, એવું ન્યાયાધીશ અજય ગડકરી અને ન્યાયાધીશ કમલ ખાતાની ખંડપીઠે આદેશમાં સ્પષ્ટ કર્યું હતું.

સંબંધિત લેખો

Back to top button