આમચી મુંબઈમનોરંજન

‘હાય ગરમી’ ગર્લ નોરા એરપોર્ટ પર આવા અંદાજમાં જોવા મળી

મુંબઈ: પોતાના ડાન્સ અને બોલ્ડ જલવાથી થોડા જ વખતમાં ખૂબ ખ્યાતિ મેળવનારી હૉટ અભિનેત્રી નોરા ફતેહી પોતાની આગવી સ્ટાઇલ માટે પણ જાણીતી છે. આમ તો નોરા પોતાની હૉટ અને બોલ્ડ તસવીરોથી હંમેશાં સમાચારોમાં છવાયેલી જ હોય છે, પણ આ વખતે તેના કેઝ્યુઅલ લુકના કારણે તે ચર્ચામાં આવી છે.

‘હાય ગરમી’ ગર્લ નોરા હાલમાં જ એરપોર્ટ ઉપર જોવા મળી હતી અને તેનો એરપોર્ટ લૂક તેના ફેન્સને ખૂબ જ પસંદ પડ્યો હતો. નોરા એરપોર્ટ ઉપર કો-ઓડર્સ પહેરેલી જોવા મળી હતી. હળવા ગુલાબી રંગના જેકેટ અને ટ્રાઉઝર્સમાં નોરા ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી. તેના આ કેઝ્યુઅલ લુકનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ ગયો છે. પોતાના એરપોર્ટ લુકને નોરાએ હલકા મેક-અપ અને કર્લ કરેલા ખુલ્લાં વાળથી પૂરો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કેનેડામાં મોરોક્કન કુટુંબમાં જન્મેલી નોરા શરૂઆતમાં ફિલ્મોમાં ફક્ત આઇટમ સોન્ગ્સમાં પોતાના બોલ્ડ ડાન્સ મૂવ્સથી સ્ટેજનો પારો ચઢાવતી હતી, પણ પછીથી તેણે ફિલ્મોમાં એક્ટીંગ કરવાનું પણ શરૂ કર્યું.

નોરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાણીતા અભિનેતા અજય દેવગણની ‘ભુજ’, ‘સત્યમેવ જયતે-2’ અને ‘બાટલા હાઉસ’ જેવી અનેક ફિલ્મોમાં જોવા મળી હતી. તેની લેટેસ્ટ ફિલ્મ વિદ્યુત જમવાલની ‘ક્રેક’ છે, જેમાં તે પહેલી વખત મુખ્ય અભિનેત્રી તરીકેનો રોલ ભજવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button