બેસ્ટની બસો રસ્તા પરથી ગાયબ થઈ જશે! ડિસેમ્બર અંત સુધીમાં બેસ્ટ પાસે ફક્ત ૫૦૦ બસ બાકી રહેશે
ખાનગીકરણ, હજારો કરોડની ખોટને કારણે બેસ્ટના બંધ થવાને આરે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાતી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (બેસ્ટ) ઉપક્રમની બસો આગામી સમયમાં રસ્તા પરથી ગાયબ થઈ જશે અને જાહેર પરિવહન સેવા બંધ થવાને કારણે રેલવે સેવા પર વધુ તાણ તો આવશે. પરંતુ નાગરિકોને મળી રહેલી સસ્તી પરિવહન સેવા પણ બંધ થઈ જશે અને તે માટે રાજ્ય સરકારની સાથે જ મુંબઈ મહાનગરપાલિકા જવાબદાર હોવાનો આરોપ બેસ્ટ ઉપક્રમના કર્મચારીઓના યુનિયન બેસ્ટ કામગાર સેનાએ કર્યો છે.
| Also Read: મહારાષ્ટ્ર ચૂંટણીઃ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર, મોદી-શાહે મારી મંજૂરી!
બેસ્ટ ઉપક્રમની ખોટ છેલ્લા અનેક વર્ષોમાં હવે ૧૨ હજાર ૯૯૩.૫૫ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ ખોટની ભરપાઈ કરવા માટે સરકારની સાથે જ સુધરાઈ નિષ્ફળ ગઈ છે. આગામી ડિસેમ્બર, ૨૦૨૪ સુધી બેસ્ટની પોતાની માલિકીની બસનું આયુષ્ય પૂરું થતા ૧,૦૪૭થી બસની સંખ્યા ૫૦૦ સુધી આવી જશે. ઓછું હોય તેમ બેસ્ટ ઉપક્રમને ૩૦૦ બસનો પુરવઠો કરનારી ‘હંસા’ કંપનીએ બસનો પુરવઠો કરવાનું બંધ કરી દીધું છે. તો ‘એમપી ગ્રૂપ’ કંપનીએ ૩૦૦ કંપનીનો બસ પુરવઠો પહેલા જ બંધ કરી દીધો છે. તેથી આગામી દિવસોમાં બસની સંખ્યામાં મોટો ઘટાડો થવાને કારણે રોજના બેસ્ટની બસમાં પ્રવાસ કરતા ૪૫ લાખ પ્રવાસીઓને હાલાકી થશે. ચારેતરફથી બેસ્ટ ઉપક્રમને અડચણમાં લાવીને તેને કાયમ માટે બંધ કરી નાખવાનો આ પ્રયાસ હોવાનો આરોપણ બેસ્ટ કામગાર સેના તરફથી કરવામાં આવ્યો છે. બેસ્ટ બચાવવા માટે બેસ્ટના બજેટનું પાલિકાના બજેટમાં વિલીનીકરણ કરીને મુંબઈગરાની બીજી લાઈફલાઈન બચાવી લેવાની માગણી પણ બેસ્ટ કામગાર સેનાએ કરી છે.
એસી મીની બસ બંધ થશે
બેસ્ટ પાસે લીઝ પર ૨૮૦ એર કંડિશન્ડ મીની બસનો કાફલો હતો. આ બસ પશ્ર્ચિમ ઉપનગરમાં મરોલ, દિંડોશી, ઓશિવરા ડેપોમાંથી પશ્ર્ચિમ ઉપનગરમાં દોડાવવામાં આવતી હતી. જોકે કૉન્ટ્રેક્ટરોએ આ બસો ૧૨ ઑક્ટોબરથી દોડાવવાનું બંધ કરી દીધું છે. કૉન્ટ્રેક્ટરે આર્થિક સમસ્યાને કારણે બસની સેવા આપી શકશે નહીં એવુ જણાવ્યું છે.
| Also Read: મુંબઈમાં આજથી બે દિવસ પાંચથી દસ ટકા પાણીકાપ
તેથી કુલ બસમાંથી પશ્ર્ચિમ ઉપનગરની નવટકા બસ કાફલામાંથી ઓછી થઈ ગઈ છે, જેમાં એસી ડબલ ડેકર, સિંગલ ડેકર, તેમ જ નોન એસી સિંગલ ડેકર બસનો સમાવેશ થાય છે. ૨૮ સીટરની મીડી બસ પણ છે, જેમાંથી કેટલીક બસો લીઝ પર ચલાવવામાં આવે છે.