થાણેકરોને નવરાત્રીમાં રાહતઃ એકનાથ શિંદેના આદેશ બાદ ટ્રાફિક નિયમોમાં થયા આ ફેરફાર

મુંબઈઃ મુંબઈ જેટલું જ કે તેનાથી પણ વધારે ગીચ હવે થાણે શહેર-જિલ્લો થઈ ગયો છે. થાણેમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બની ગઈ છે અને આ મામલે વારંવાર ફરિયાદો થતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને થાણેના પાલક પ્રધાન એકનાથ શિંદેએ હસ્તક્ષેપ કરી નિર્ણયો લેતા હવે ટ્રાફિક પોલીસે નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આથી શહેર અને જિલ્લામાં પ્રવેશવાના મોટાભાગના રોડ-રસ્તા ભારે વાહનો માટે તા. 20 સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી થાણેમાં ટ્રાફિક વ્યવસ્થા કેવી રહેશે તે જાણી લો.
એકનાથ શિંદે સાથેની બેઠક બાદ ટ્રાફિક પોલીસે સશિયલ મીડિયા પર નોટિફિકેશન પોસ્ટ કર્યુંછે. તે અનુસાર સવારે 6 વાગ્યાથી મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં, આ નિર્ણય એક ટ્રાયલ તરીકે લેવામાં આવ્યો છે. તેથી, થાણે, ઘોડબંદર રોડથી શિલ્ફાટા સુધી દિવસભર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ રૂટ્સ પર ભારે વાહનો પર છે પ્રતિબંધ
1 કોપરી ટ્રાફિક સબ-ડિવિઝન પ્રવેશ બંધ
મુંબઈ, નવી મુંબઈથી આનંદ નગર ચેક નાકા થઈને થાણે શહેરમાં આવતા તમામ ભારે વાહનો (10 પૈડાવાળા ટ્રક અને તેથી વધુ) કોપરી ટ્રાફિક સબ-ડિવિઝનની અંદર આનંદ નગર ચેક નાકા સુધી જ આવી શકશે.
2 કાસરવાડાવલી ટ્રાફિક સબ-ડિવિઝન પ્રવેશ બંધ –
મુંબઈ, વિરાર વસઈથી ઘોડાબંદર રોડ તરફ આવતા તમામ ભારે વાહનો કાસરવાડાવલી ટ્રાફિક સબ-ડિવિઝનની હદમાં નીરા કેન્દ્ર, ગાયમુખ ઘાટ બાદ પ્રવેશ મળશે નહીં.
3 વાગલે ટ્રાફિક સબ-ડિવિઝન પ્રવેશ બંધ
મુંબઈથી એલ.બી.એસ. રોડ થઈને થાણે શહેરમાં આવતા તમામ ભારે વાહનોને વાગલે ટ્રાફિક સબ-ડિવિઝનની હદમાં ચેક નાકા પછી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
4 કાલવા ટ્રાફિક સબ-ડિવિઝન પ્રવેશ બંધ
બેલાપુર થાણે રોડ થઈને વિટાવા જકાત નાકા થઈને કાલવા તરફ આવતા તમામ ભારે વાહનો ને કાલવા ટ્રાફિક સબ-ડિવિઝનની હદમાં વિટાયા જકાત નાકા પર બંધ કરવામાં આવશે.
5 મુમ્બા ટ્રાફિક સબ-ડિવિઝન પ્રવેશ બંધ
મહાપે નવી મુંબઈ થઈને શિલ્ફાટા, (મુમ્બ્રા ટ્રાફિક સબ-ડિવિઝન) થી થાણે તરફ આવતા તમામ ભારે વાહનોને મુમ્બ્રા ટ્રાફિક સબ-ડિવિઝનની હદમાં પૂજા પંજાબ હોટેલ, શિલ્ફાટા બાદ પ્રવેશ નથી
6 તલોજા નવી મુંબઈ વાયા દહિસર મોરી કલ્યાણ ફાટાથી કલ્યાણ અને થાણે તરફ આવતા તમામ ભારે વાહનોને મુમ્બ્રા ટ્રાફિક સબ-ડિવિઝનની હદમાં દહિસર મોરી ખાતે પ્રવેશ નહીં મળે.
7 નારપોલી ટ્રાફિક સબ-ડિવિઝન પ્રવેશ બંધ
ગુજરાતથી નારપોલી ટ્રાફિક ડિવિઝનની હદમાં ચિંચોટી નાકા થઈને આવતા તમામ પ્રકારના ભારે વાહનોને નારપોલી ટ્રાફિક સબ-ડિવિઝનની હદમાં 72 ગાલા, ચિંચોટી વસઈ રોડ બાદ પ્રવેશ નહીં મળે.
૮ ભિવંડી ટ્રાફિક સબ-ડિવિઝન પ્રવેશ બંધ
ભિવંડી શહેર તરફ વાડા રોડ થઈને નદીનાકા તરફ આવતા તમામ ભારે વાહનો ને ભિવંડી ટ્રાફિક સબ-ડિવિઝનની હદમાં પારોલ ફાટા (નાદીનાકા) ખાતે પ્રવેશ નહીં મળે.
૯ વડપા ચેકપોસ્ટ થઈને ભીવંડી શહેર તરફ આવતા તમામ ભારે વાહનોને ભિવંડી ટ્રાફિક સબ-ડિવિઝનની હદમાં ધામણગાંવ, જાંબોલી પાઇપલાઇન નાકા અને ચાવિન્દ્ર નાકા બાદ પ્રવેશ મળશે નહીં.
૧૦ કોંગાવ ટ્રાફિક સબ-ડિવિઝન પ્રવેશ બંધ
નાસિકથી મુંબઈ આવતા તમામ ભારે વાહનોને કોનગાંવ ટ્રાફિક સબ-ડિવિઝનની હદમાં બાસુરી સંદિલ-સરાવલીગાંવથી પ્રવેશ મળશે નહીં.
આ પણ વાંચો…ટ્રાફિક નિયમોના પાલન કરવા મુદ્દે તંત્રની ઉદાસીનતા, હાઈ કોર્ટે ફટકાર લગાવી