મુંબઈમાં ધોધમાર વરસાદ; ટ્રેન-ફ્લાઇટ સર્વિસ પ્રભાવિત, જાણો ક્યાં કેટલો વરસાદ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈમાં ધોધમાર વરસાદ; ટ્રેન-ફ્લાઇટ સર્વિસ પ્રભાવિત, જાણો ક્યાં કેટલો વરસાદ

મુંબઈ: મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ગત રાત્રે પણ સતત વરસાદ વરસતો રહ્યો જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજે પણ મુંબઈમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અહેવાલ મુજબ આજે સોમવારે મુંબઈમાં વરસાદ સંબંધિત કેટલાક અકસ્માતો સર્જાયા હતાં. આજે છ શોર્ટ સર્કિટ, 19 ડાળીઓ કે ઝાડ પડવા અને દિવાલ પડવાના બે બનાવો બન્યા હતા. જો કે કોઈને ઈજા થઈ નથી.

ક્યાં કેટલો વરસાદ?
છેલ્લા 24 કલાકમાં ફોર્ટમાં 134 મીમી, કોટન ગ્રીનમાં 145 મીમી, ગ્રાન્ટ રોડમાં 121 મીમી અને લોઅર પરેલમાં 129 મીમી વરસાદ પડ્યો હતો. સાંતાક્રુઝમાં 85 અને કોલાબામાં 55 મીમી વરસાદ નોંધાયો હતો.

પરેલમાં 134 મીમી, વિક્રોલી અને ભાંડુપમાં 135 મીમી, જ્યારે ઘાટકોપર અને વિક્રોલીના ટાગોર નગરમાં 124 મીમી વરસાદ નોંધાયો હતો. કાંદિવલીમાં 150 મીમી, બોરીવલીમાં 92 મીમી, જ્યારે દહિસરમાં 188 મીમી વરસાદ નોંધાયો હતો.

રવિવારે બપોરે સેન્ટ્રલ મુંબઈના માટુંગામાં ફૂટપાથ પર શોર્ટ સર્કિટને કારણે બેસ્ટના ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ લાગી હતી.

હજુ પણ ભારે વરસાદ વરસસે:
ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં 19 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પુણે માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પુણેમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

BMC એ સાંજે 3.08 મીટર ઊંચી ભરતી આવવાની ચેતવણી આપી છે. રવિવારે સાંજે 6:45 વાગ્યે તુલસી સરોવર છલકાઈ ગયું હતું.

ટ્રેન અને ફ્લાઇટ સર્વિસને અસર:
વરસાદને કારણે ટ્રેન અને ફ્લાઇટ સર્વિસને અસર પહોંચી છે. કેટલીક એરલાઇન્સે મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે, જ્યારે પશ્ચિમ રેલ્વેએ ટ્રેનની સ્થિતિની અપડેટ આપી રહી છે.

પાણી ભરાઈ જવાને કારણે ટ્રેન સર્વિસને ખોરવાઈ ગઈ હતી. ટ્રેક પર ભરાયેલા પાણી દૂર કરવા માટે, પશ્ચિમ રેલ્વેએ દાદર સ્ટેશન પર હાઈ કેપેસિટી પંપ તૈનાત કર્યા હતા.

આપણ વાંચો:  કબૂતરોને નિયંત્રિત માત્રામાં ખાદ્ય પદાર્થ આપવાની તૈયારી: સુધરાઈએ નાગરિકો પાસે વાંધા અને સૂચનો મગાવ્યાં

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button