સુધરાઈની આરોગ્ય સેવાનું ઓનલાઈન પોર્ટલ, ડેશબોર્ડ અને ચેટબૉટ બનશે
Top Newsઆમચી મુંબઈ

સુધરાઈની આરોગ્ય સેવાનું ઓનલાઈન પોર્ટલ, ડેશબોર્ડ અને ચેટબૉટ બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈગરાને હવે એક ક્લિક પર મુંબઈ મહાનગરપાલિકાની મહત્ત્વની પાંચ મોટી અને ઉપનગરીય હૉસ્પિટલ સહિત પ્રાયમરી હેલ્થ સેન્ટરોમાં કયા પ્રકારની આરોગ્ય સેવા ઉપલબ્ધ છે અને હૉસ્પિટલોમાં બેડ ખાલી છે કે તેની તમામ માહિતી હવે એક ક્લિક પર ઉપલબ્ધ થવાની છે. મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એક ઓનલાઈન પોર્ટલ, ડેશબોર્ડ અને ચેટબૉટ બનાવવાનો નિર્ણય લીધો છે.

પાલિકા સંચાલિત કેઈએમ, સાયન, નાયર અને કૂપર જેવી મહત્ત્વની હૉસ્પિટલ સહિત ઉપનગરીય હૉસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કયા આવેલા છે? તેમાં કઈ સુવિધા ઉપલબ્ધ છે? કેટલા બેડ ખાલી છે અને ત્યાં કઈ ઓપીડી ચાલે છે અને કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે. તેની તમામ માહિતી દર્દીઓને એક ક્લિક પર મળવાની છે. આ સુવિધાને પગલે દર્દીને હૉસ્પિટલ જવા પહેલા જ ત્યાં કઈ સુવિધા ઉપલબ્ધ છે તેની માહિતી મળી જશે.

સામાન્ય રીતે પાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં અને હેલ્થ સેન્ટરોમાં દર્દીઓને પલંગ ઉપલબ્ધ નહીં હોવાની સાથે જ આરોગ્ય સુવિધાઓમાં રહેલી અછત, અમુક પ્રકારના જ બ્લડ ટેસ્ટ કરવામાં આવતા હોવાની તેમ જ દવાની અછતનો સામનો કરવો પડતો હોય છે.

હૉસ્પિટલ આવ્યા બાદ હૉસ્પિટલમાં સુવિધાનો અભાવ હોવાનું જાણવા મળે છે અને તેમાં દર્દીનો ઘણો સમય વેડફાઈ જતો હોય છે. તેથી હવે પાલિકાની તમામ હૉસ્પિટલમાં ઉપલબ્ધ રહેલી આરોગ્ય સેવા એક જ ક્લિક પર મળી રહેવા તે માટે પાલિકાએ પગલું ઊંચક્યું છે.

પાલિકાનું આરોગ્ય વિભાગ ઓનલાઈન પોર્ટલ, ડેશબોર્ડ અને ચેટબૉટ બનાવવાનું છે. તેના માધ્યમથી દર્દી રહે છે તેના નજીકના વિસ્તારમાં કઈ મેડિકલ કોલેજ અથવા કઈ ઉપનગરીય હૉસ્પિટલ આવેલી છે . પોર્ટલ અને ડેશબોર્ડના માધ્યમથી દર્દીને હૉસ્પિટલમાં બેડ ઉપલબ્ધતાથી બ્લડ ટેસ્ટ, બ્લડ બેન્કમાં લોહીનું ઉપલબ્ધ હોવા જેવી માહિતી મળવામાં મદદ મળશે.

એટલું જ નહીં પણ હૉસ્પિટલમાં આવનારા દર્દીઓને રજિસ્ટ્રેશન દરમ્યાન લાગતી લાંબી લાઈનથી છુટકારો મળે તે માટે ટોકન સિસ્ટમ પણ ચાલુ કરવામાં આવવાની છે. આ પ્રક્રિયા કૂપર હૉસ્પિટલમાં પ્રાયોગિક ધોરણે ચાલુ કરવામાં આવશે.

પણ વાંચો…સાત શૌચાલયના સંચાલન અને જાળવણી માટે પાલિકા નીમશે કૉન્ટ્રેક્ટર

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button