આમચી મુંબઈનેશનલ

HDFC Bankના ખાતાધારકોને હવે નહીં જોવા મળે આ ખાસ વસ્તુ, અત્યારે જ જાણી લેજો, નહીંતર…

મુંબઈઃ દેશની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટરની બેંક તરીકે ઓળખાતી એચડીએફસી બેંક (HDFC Bank) દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ બેંકના આ નિર્ણયની લાખો ખાતાધારકો પર અસર જોવા મળશે. જો તમારું પણ ખાતું એચડીએફસી બેંકમાં છે તો તમારે આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ.

એચડીએફસી બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 13 જુલાઈના દિવસે ખાતાધારકો યુપીઆઈની સાથે સાથે અન્ય કેટલીક સર્વિસનો ઉપયોગ નહીં કરી શકે. એટલું જ નહીં પણ આ દિવસે કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન સમયે એકાઉન્ટ હોલ્ડર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ટૂંકમાં કહેવાનું થાય તો ખાતાધારકોએ 13મી જુલાઈ પહેલાં જ કોઈ પણ મહત્ત્વના ટ્રાન્ઝેક્શન કરવાની ભલામણ કરવામાં આવી છે.

બેંક દ્વારા દર થોડા થોડા સમયે સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવે છે અને 13મી જુલાઈના ફરી આ જ કામ માટે બેંકની યુપીઆઈ સર્વિસ બંધ રાખવામાં આવશે. દરમિયાન આ સમયગાળા દરમિયાન ગ્રાહકો બેંક બેલેન્સ પણ નહીં જોઈ શકે. આ બધા કારણે એચડીએફસીના ખાતાધારકો રોજબરોજના કામમાં મુશ્કેલી પડી શકે છે.

એચડીએફસી બેંક દ્વારા 13મી જુલાઈના સવારે 3 વાગ્યાથી લઈને બપોરે 4.30 કલાક સુધી કામ ચાલુ રહેશે. ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બેંકનું સિસ્ટમ અપગ્રેડેશન કામ હાથ ધરાવવાનું હોઈ માત્ર યુપીઆઈ જ નહીં પણ આઈએમપીએસી, એનઈએફટી, આરટીજીએસ જેવી સુવિધાઓ પણ બંધ રહેશે.
દરમિયાન ગ્રાહકો માટે બેંક દ્વારા પર્યાયી વ્યવસ્થા તૈયાર રાખી છે. જે સમયે ઓનલાઈન બેંકિંગ સર્વિસ બંધ હશે, એ સમયે ખાતાધારકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પોતાના ટ્રાન્ઝેક્શન કરી શકશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button