RTE Act: હાઈ કોર્ટે ખાનગી શાળાઓને રાઈટ ટુ એજ્યુકેશન ક્વોટા પ્રવેશ મુક્તિ રદ કરી
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારના ૯ ફેબ્રુઆરીના નોટિફિકેશનને રદ કર્યું હતું જેમાં સરકારી અથવા અનુદાનિત શાળાઓની એક કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી ખાનગી શાળાઓને રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ ક્વોટા પ્રવેશમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે આ નોટિફિકેશનની જોગવાઈઓ બંધારણની કલમ ૨૧ અને બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારના કાયદા, ૨૦૦૯, જેને રાઈટ ટુ એજ્યુકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, “અલ્ટ્રા વાઈર્સ” (કાનૂની સત્તાની બહાર) છે.
આ પણ વાંચો:આરટીઆઈ હેઠળ નવેસરથી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧મી મે
સૂચનાને રદબાતલ માનવામાં આવે છે. જોકે બેન્ચે નોંધ્યું હતું કે મે મહિનામાં નોટિફિકેશનના અમલ પર રોક લગાવી તે પહેલાં કેટલીક ખાનગી બિન-અનુદાનિત શાળાઓએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો.
આ પ્રવેશોને ખલેલ પહોંચાડ્યા વગર શાળાઓએ ખાતરી કરવી જોઈએ કે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળની બેઠકો માટેનો ૨૫ ટકા ક્વોટા ભરવામાં આવે. મે મહિનામાં હાઈ કોર્ટે નોટિફિકેશનના અમલ પર રોક લગાવી દીધી હતી.