આમચી મુંબઈ

મિત્રો સાથે અગાસી પર બેઠી હતી અને અચાનક માટુંગાની ગુજરાતી યુવતીએ મારી મોતની છલાંગ

મુંબઈઃ માનસિક સ્વાસ્થ્ય અને હતાશા તેમ જ નિરાશા યુવાનોને ઘેરી રહી છે અને કેટલીય ઘટનાઓમાં સમૃદ્ધ પરિવારના, શિક્ષિત સંતાનો પણ આત્યંતિક પગલું ભરી લે છે. આવી જ દુઃખદ ઘટના મુંબઈના માટુંગા વિસ્તારમાં બની છે જ્યાં એક 20 વર્ષીય યુવતીએ અગાસી પરથી છલાંગ મારી મોતને વ્હાલું કર્યું છે. (Matunga girl suicide)

I was sitting on the roof with my friends and suddenly a Gujarati girl from Matunga jumped to her death.

યુવતી હતી ડિપ્રેશનમાં
આ ઘટનાની મળતી વિગતો અનુસાર ઝાના સેઠીયા (Zana sethiya suicide) નામની 20 વર્ષની યુવતી માટુંગા ખાતે ટેકનો હાઈટ્સ નામની 14 માળીય ઈમારતના 8મા માળે રહેતી હતી અને જય હિન્દ કોલેજમાં અભ્યાસ કરતી હતી.

અહેવાલો અનુસાર ઝાના હતાશાથી પીડાતી હતી. ગઈ રાતે તેનાં બે મિત્રો તેનાં ઘરે આવ્યા હતા. યુવતી તેને ટેરેસ પર લઈ ગઈ હતી જ્યાં તે બન્ને તેને સમજાવતા હતા અને તેની સાથે વાતો કરતા હતા. જોકે આ વાતચીત વચ્ચે જ અચાનક ઝાનાએ ટેરેસ પરથી ઝંપલાવી દીધું હતું અને બન્ને મિત્રો અવાચક જેવા થઈ ગયા હતા. પહેલા ઝાના બાજુની બિલ્ડિંગના ફ્લેટની બારીમાં અથડાઈ હતી અને પછી તે ઈમારતના કમ્પાઉડમાં પડી હતી જે તેની ઈમારત કરતા 15 ફૂટ દૂર હતી. ઘટનાસ્થળે જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. માટુંગા પોલીસ દોડી આવી હતી અને તેના મૃતદેહનો કબ્જો લઈ તેને સાયન હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટ્મ માટે લઈ ગયા હતા. અકસ્માતે મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ બન્ને મિત્રોની પૂછપરછ કરી રહી છે, પરંતુ બન્ને મિત્રો શોકમાં છે અને જવાબ આપવાની સ્થિતિમાં હાલમાં નથી, તેમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

યુવતી કઈ બાબતને લઈ તાણ અનુભવતી હતી અને આવું આત્યંતિક પગલું તેણે શા માટે ભર્યું તે અંગે કોઈ માહિતી મળી નથી. યુવતીના પરિવાર વિશે પણ કોઈ ખાસ માહિતી મળી નથી.

આપણ વાંચો:  અબજોપતિ મુકેશ અંબાણીનું એન્ટેલિયા મેન્શન વક્ફ બોર્ડની જમીન પર? જાણો શું છે વિવાદ…

(નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો)
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button