ગુજરાત પછી હવે મહારાષ્ટ્રને મળી શકે છે વંદે મેટ્રો ટ્રેન, આ ટવિન શહેરમાં દોડાવી શકાય…

પુણે: ભારતીય રેલવે મહાનગરોને જોડવા માટે વંદે મેટ્રો શરુ કરી છે, જેમાં અગાઉ ગુજરાતમાં વંદે મેટ્રો ટ્રેન શરુ કરવામાં આવ્યા પછી હવે મહારાષ્ટ્રને આ ટ્રેનની સુવિધા મળી શકે છે. ‘વંદે ભારત’ એક્સ્પ્રેસ બાદ દેશના પ્રમુક શહેરોમાં ઇન્ટરસિટી ‘વંદે મેટ્રો’ દોડશે.
દેશમાં હાલમાં એકજ વંદે મેટ્રો દોડી રહી છે અને ટૂંક સમયમાં પાંચ વંદે મેટ્રો વિવિધ પ્રમુખ શહેરમાં દોડશે. મધ્ય રેલવેને પણ એક વંદે મેટ્રોની રેક મળશે. આ રેક મુંબઈ-પુણે દોડાવવામાં આવે એવી શક્યતા છે.
ભુજથી અમદાવાદ દરમિયાન પ્રથમ વંદે મેટ્રોનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હાલમાં કરવામાં આવ્યું હતું. તેની સંપૂર્ણ રેક એસી અને જનરલ હોવાને કારણે તેની ટિકિટના દર પણ ઓછા હશે. તેથી સામાન્ય નાગરિકોનો તેને સારો પ્રતિસાદ મળવાની આશા છે.
આ પણ વાંચો : PM Modi Gujarat Visit : પીએમ મોદી ગુજરાતથી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે
મધ્ય રેલવેને વંદે મેટ્રોની એક રેક મળવાની છે તે ક્યારે મળશે એ અત્યારે કહી શકાશે નહીં. આ સિવાય તે કયા માર્ગે દોડશે એ પણ કહી શકાશે નહીં, એમ મધ્ય રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું
અહીં એ જણાવવાનું કે ગુજરાતમાં ભુજથી અમદાવાદ વચ્ચે પહેલી વંદે મેટ્રો ટ્રેનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ ટ્રેન શરુ કરવામાં આવ્યા પછી હવે મહારાષ્ટ્રને ટ્રેન મળે તો બંને શહેરના પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવાની સુવિધા મળી શકે છે. હાલમાં વંદે ભારત એક્સપ્રેસ દોડાવવામાં આવે છે, જ્યારે એના સિવાય સિદ્ધેશ્વર એક્સપ્રેસ, મહાલક્ષ્મી એક્સપ્રેસ, કોંકણ એક્સપ્રેસ, ઉદ્યાન એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનોનો સમાવેશ થશે.