Breaking : સોલાપુરના દરદીનું GBS ને કારણે મોત? દરદીઓનો આંકડો 100 પહોંચ્યો…
મુંબઈઃ મહારાષ્ટ્રના પુણેમાં Guillain-Barre Syndrome (GBS)ને કારણે એક દરદીનું મોત થયાના અહેવાલો છે. મેડિકલ રિપોર્ટ્સ અનુસાર તેનું મોત જીબીએસને કારણે થયું હોવાની શંકા ડોક્ટરોએ વર્તાવી છે, વધુ વિગતો તપાસવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો : એનસીપી સુપ્રીમો શરદ પવારની તબિયત લથડી અને રાજકીય અટકળો ફરી ગરમાઈ…
પુણેમાં રહેનારી આ વ્યક્તિ કામ અર્થે સોલાપુર ગઈ હતી જ્યાં તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તેને આઈસીયુમાં રાખવામાં આવી હતી, પરંતુ આજે તેનું મોત થયાના સમાચારો વહેતા થયા છે. દરદીને હૉસ્પિટલમાં દાખલ કર્યા પહેલા પેરાલિસિસની અસર પણ દેખાઈ હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં એકાદ અઠવાડિયા પહેલા આ રોગના દરદીઓની સંખ્યા વધી જતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને સર્વે કરાયો હતો. હાલમાં આ રોગના લગભગ 100 દરદી હોવાનું જાણવા મળ્યું છે.
શું છે લક્ષણો, કઈ રીતે ફેલાઈ છે બીમારી
આ બીમારીના લક્ષણોમાં એક તો રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. શરીરના અંગો સુન્ન પડી જાય છે અને દરદીને લાંબા સમય સુધી ડાયેરિયા રહે છે. દરદી પાસે બીમારી સામે લડવાની તાકાત રહેતી નથી અને લગભગ પથારીવશ થઈ જાય છે. આ મામલે ડોક્ટરોનું કહેવાનું છે કે પૈથોજેનિક બેક્ટેરિયા કૈમ્પાઈલોબૈક્ટર જેજુની આ સ્થિતિ માટે જવાબદાર છે. આ સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ પર જાણે હુમલો કર્યો હોય તેમ લાગે છે.
આ પણ વાંચો : કોસ્ટલ રોડ પૂરી ક્ષમતાથી શરૂ કરવા માટે તૈયાર
મોટાભાગના દરદીઓનો સ્ટુલ ટેસ્ટ થયો છે અને તેમાં આ જ બેક્ટેરિયા જોવા મળ્યો છે. આ બીમારી બાળકો સહિત ગમે તે ઉંમરના લોકોને થઈ શકે છે. આ બીમારી દરદીની રોગ પ્રતિકારકશક્તિ ઘટાડી નાખે છે. જોકે બીમારીનો ઈલાજ છે, પરંતુ સરકારે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ વ્યવસ્થા શરૂ કરી દીધી છે.