આમચી મુંબઈમહારાષ્ટ્ર

સરકાર મરાઠા સમાજને મુર્ખ બનાવવાની કોશિશ કરી રહી છે, અમે છેતરાઈશું નહીં: જરાંગે-પાટીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે-પાટીલે ગુરુુવારે મહારાષ્ટ્ર સરકાર પર મરાઠા સમાજને મુરખ બનાવવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને ભારપુર્વક કહ્યું હતું કે મરાઠા સમાજ આ વખતે છેતરાશે નહીં. જરાંગેએ એમ પણ કહ્યું હતું કે તેઓ અને કાર્યકર્તાઓ 20 જાન્યુઆરીએ તેમની પ્રસ્તાવિત વિરોધ યાત્રામાં સામેલ થશે.

તેમણે ફરી એક વખત ભારપુર્વક અંતરવાલી-સરાટી ખાતે કહ્યું હતું કે રાજ્ય સરકારે 54 લાખ મરાઠાને તત્કાળ કુણબી પ્રમાણપત્ર આપવા. સરકાર અમારી પાસે દરેક આંદોલનના બે-ત્રણ દિવસ પહેલાં આવે છે અને તેઓ મરાઠા સમાજને સપડાવવાના અને મુર્ખ બનાવવાના પ્રયાસ કરે છે. મરાઠા સમાજના લોકો આ વખતે કોઈ છટકામાં સપડાશે નહીં અને અમે 20 જાન્યુઆરીએ અગાઉ નક્કી કર્યા મુજબ મુંબઈ પહોંચીશું. કેમ કે હજી સુધી કોઈ રસ્તો કાઢવામાં આવ્યો નથી.

20 જાન્યુઆરીએ અમે મુંબઈ જઈશું, જો મરાઠા સમાજને પ્રમાણપત્રો આપવામાં આવશે તો ગુલાલ લઈને જઈશું નહીં તો આરક્ષણની માગણી લઈને જઈશું. અમને રોકવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે એટલે આ વખતે અમે સાવધ થઈ ગયા છીએ. મુંબઈ જવા માટે આ વખતે ‘ગનીમી કાવા’ (છદ્મ માર્ગ)નો આધાર લઈશું. તમે જોતા રહી જશો અને લાખો મરાઠા મુંબઈમાં એકઠા થઈ જશે, એમ મનોજ જરાંગે-પાટીલે કહ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત