આમચી મુંબઈ

પ્રોપર્ટી રજીસ્ટ્રેશન થશે સસ્તું! સ્ટેમ્પ ડ્યુટી પર છૂટ આપવાનો સરકારનો વિચાર

મુંબઈ: પ્રોપર્ટી ખરીદવા-વેંચવા પર લાગતી સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ આપી તેમાં ઘટાડો કરવાની રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની માગણીને રાજ્ય સરકારે ધ્યાનમાં લીધી છે. આ માગણીને પગલે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દરમિયાન લાગતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવા વિશે રાજ્ય સરકાર વિચારાધીન છે. જો આ માગણી મંજૂર થાય તો રાજ્યના રહેવાસીઓ અને ખાસ કરીને મુંબઈગરાઓને મોટી રાહત મળશે.

આ પણ વાંચો: મુંબઈગરાને રાહત! આ વર્ષે પણ પ્રોપર્ટી ટૅક્સમાં વધારો નહીં

એક કાર્યક્રમમાં આ વિશે જણાવતા મહારાષ્ટ્રના હાઉઝિંગ(આવાસ ખાતા) પ્રધાન અતુલ સાવેએ જણાવ્યું હતું કે નાર્ડેકો મહારાષ્ટ્ર દ્વારા તેમના ડેવલપર સભ્યો દ્વારા રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની માગણી સરકાર ધ્યાનમાં લેશે. ઘરોના વેચાણને વેગ મળે એ માટે આ માગણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર વધુ રાહત આપવા વિશે વિચાર કરશે.

કેન્દ્ર સરકારના સસ્તાં ઘરો ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નો અને ‘હાઉઝિંગ ફોર ઑલ’ અભિયાન પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે પહેલા જ રહેઠાણ માટે ઘર ખરીદવા ઇચ્છતી મહિલાઓને રજીસ્ટ્રેશનમાં એક ટકાની છૂટ આપી છે. આ ઉપરાંત બીજી કઇ રાહત આપી શકાય એ વિશે પણ અમે વિચાર કરીશું.

આ પણ વાંચો: પ્રોપર્ટી ટેક્સમાં વધારો નથી કર્યો તો આવક કયાંથી લાવવી? ડિફોલ્ટર મોબાઈલ ટાવરધારકો હવે પાલિકાના રડાર પર છે

આ દરમિયાન સાવેએ મુંબઈના મિલ કામદારો માટે 1.25 લાખ ઘરો બાંધવા માટે રિયલ એસ્ટેટ ડેવલપરોને આગળ આવવાનું આહ્વાન પણ કર્યું હતું. હાઉઝિંગ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી વલસા સિંહ નાયરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં વિલંબિત પડેલા એસઆરએ(એસઆરએ-ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના) પ્રોજેક્ટ માટે એમ્નેસ્ટી સ્કીમ અને નવી પીએપી(પ્રોજેક્ટ અફેક્ટેડ પીપલ-પ્રકલ્પના અસરગ્રસ્ત) પોલિસી લાવશે, જેથી પુનર્વસનના પ્રોજેક્ટ સમયસર પૂરાં થઇ શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button