અમે અનામત આપવા તૈયાર પણ….: શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?

મુંબઈ: છેલ્લાં અનેક સમયથી ગાજી રહેલો મરાઠા અનામતનો મુદ્દો ઉકેલાય અને તે પણ વિધાનસભાની ચૂંટણી પહેલા એ મહાયુતિ માટે જરૂરી છે અને એ માટે સરકાર પ્રયાસશીલ હોય એ જરૂરી છે. નાયબ મુખ્ય પ્રધાને પણ અનામત બાબતે મરાઠા અનામત બાબતે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી.
તેમણે મરાઠા સમાજના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા કહ્યું હતું કે સરકાર દ્વારા કાયદાના માળખામાં યોગ્ય રીતે બેસે એ પ્રમાણે મરાઠા સમાજને અનામત આપવાના પ્રયાસ શરૂ છે. પોલીસ ખાતામાં પણ મરાઠા સમાજ માટે નોંધપાત્ર તક ઊભી કરવામાં આવી છે.
સારથી અભિયાન અંતર્ગત મરાઠા સમાજના 12 આઇએએસ(ઇન્ડિન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) 18 આઇપીએસ(ઇન્ડિન પોલીસ સર્વિસ) અને 480 એમપીએસસી(મહારાષ્ટ્ર સ્ટેટ પોલીસ સર્વિસ) અધિકારીઓ બન્યા છે. એ ખાતરી કરવી જરૂરી છે કે સરકાર મરાઠા સમાજને જે અનામત આપે તે અદાલતની કસોટીમાં ખરું ઉતરે.
આપણ વાંચો: ચૂંટણી પહેલા મરાઠા અનામત આંદોલન ફરી વેગ પકડશે! મનોજ જરાંગે આજે ફરી ધરણા શરૂ કરશે
સ્વર્ગીય અન્નાસાહેબ પાટીલની જન્મજયંતિ નિમિત્તે નવી મુંબઈ ખાતે માથાડી કામગારોની સભાને સંબોધતા વખતે ફડણવીસે મરાઠા સમાજ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓ વિશે માહિતી આપી હતી.
મરાઠા સમાજના વિદ્યાર્થીઓ માટે પણ યોજનાઓ બહાર પડાઇ હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે મરાઠા વિદ્યાર્થીઓને સહાય મળે એ માટે સરકાર હોસ્ટેલમાં એડમિશન ન મેળવી શકનારા વિદ્યાર્થીને 7,000 રૂપિયાની આર્થિક હાય આપે છે. મરાઠા સમાજની દીકરીઓને મફત શિક્ષણની સુવિધા પણ શરૂ કરાઇ છે.