આમચી મુંબઈમહારાષ્ટ્ર
વનવિભાગની જમીન એમએમઆરડીએને હસ્તાંતરિત કરાઈ

મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને વનવિભાગની શિવડીમાં આવેલી જમીન હસ્તાંતરિત કરવાનો મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા બુધવારે લેવામાં આવ્યો હતો.
બુધવારે બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવ્યા મુજબ ભક્તિપાર્ક વિસ્તારમાં મેટ્રોલાઈન-4ના પાયર્સ અને મેટ્રોનું સ્ટેશન બાંધવા માટે 0.985 હેક્ટર વન વિભાગની જમીન એમએમઆરડીએને હસ્તાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત 0.1236 હેક્ટર જમીન અપ્રોચ રોડ બાંધકામ દરમિયાન વાપરવામાં આવશે, જેને બાંધકામ પૂર્ણ થયા બાદ ફરી વનવિભાગને પાછો હસ્તાંતરિત કરી નાખવામાં આવશે.
રાજ્યના કલેક્ટરને મુંબઈ વિભાગમાં શિવડીના મીઠાગરની જમીનનો આ ટુકડો એમએમઆરડીએને હસ્તાંતરિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.