ગોરેગામમાં વહેલી સવારે એક ઘરમાં ભીષણ આગ:પિતા, પુત્ર અને પુત્રીનું મોત

(અમારા પ્રતિનિધ તરફથી)
મુંબઈ: ગોરેગામમાં પશ્ચિમમાં ભગતસિંહ નગર પરિસરમાં વહેલી સવારે એક ઘરમાં લાગેલી આગમાં એક જ પરિવારના ત્રણના મોત થયા હતા.
ગોરેગામમાં પશ્ચિમમાં ભગતસિંહ નગરમાં જનતા સ્ટોર નજીક રાજારામ લેનમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ એક માળના ઘરમાં વહેલી સવારે બધા સૂતા હતા ત્યારે ત્રણ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી.
ફાયર બ્રિગેડ આવે એ પહેલાં જ આજુબાજુના લોકોએ આગ બુઝાવી હતી. આ દરમ્યાન આગ ઘર માં તમામ સામાન, ફર્નિચર, ઇલેક્ટ્રિક વાયરમાં ફેલાઈ ગઈ હતી.
ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને ઘરના અંદર
આગને કારણે નિકળેલા ધુમાડા ને કારણે ગુંગળાઈ જવાને બેહોશ થયેલા ત્રણ લોકોને ટ્રોમા હોસ્પિટલ લઈ ગયા હતાં. ધુમાડાને કારણે ગુંગળાઈ જવાથી તેમના મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક સ્તરે જણાઈ આવ્યું હતું.
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યાં મુજબ આગ ૧૫થી ૨૦ મિનિટમાં બુઝાઈ ગઈ હતી.પણ ધુમાડાને કારણે તેઓ ગુંગળાઈ ગયા હોવાનો અંદાજ છે. આગનું ચોક્કસ કારણ તપાસ બાદ જણાશે.
મૃતકમાં ૧૨ વર્ષના કુશાલ પાવસ્કર, ૧૯વર્ષની હર્ષદા અને ૪૮વર્ષના સંજોગ પાવસ્કરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…‘ધ રાજાસાબ’ ફિલ્મના સ્ક્રીનિંગમાં ફેન્સે લગાવી આગ: યુઝર્સે સિવિક સેન્સ પર ઉઠાવ્યા સવાલ



