ગોરેગામ-મુલુંડ લિંક રોડ: ટ્વિન ટનલના ખોદકામ માટે ટીબીએમના પૂર્જા સાઈટે પહોંચી ગયા, ટીબીએમ માટે લોન્ચિંગ શાફ્ટનું કામ શરૂ...
Top Newsઆમચી મુંબઈ

ગોરેગામ-મુલુંડ લિંક રોડ: ટ્વિન ટનલના ખોદકામ માટે ટીબીએમના પૂર્જા સાઈટે પહોંચી ગયા, ટીબીએમ માટે લોન્ચિંગ શાફ્ટનું કામ શરૂ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતો અને લગભગ ૬,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ અતંર્ગત દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીમાં ટનલ ખોદવામાં આવવાની છે. ટનલ ખોદવા માટે ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ના પૂર્જા જાપાનથી ૭૭ કન્ટેનરમા તબક્કાવાર મુંબઈ આવી ગયા છે અને તેને હવે જોડવાનું કામ હાથ ધરાશે.

તો બીજા ટીબીએમ પૂર્જા ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં મુંબઈમાં દાખલ થઈ જશે અને એ બાદ ૧૪.૫ મીટરના વ્યાસની ટ્વિન ટનલનું ખોદકામ ચાલુ કરવામાં આવવાનું છે.પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ટીબીએમના તમામ ભાગ સાઈટ પર પહોંચી ગયા છે અને હવે તેને સાઈટ પર જોડવાનું કામ હાથ ધરાશે.

જેને લગભગ ચારેક મહિનાનો સમય લાગી શકે છે. આ દરમ્યાન ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં આવી જશે. આ ટ્વિન ટનલ જમીનથી ૨૦થી ૧૬૦ મીટર ઊંંડાઈએ હશે અને તેમાં દર ૩૦૦ મીટરના અંતરે ક્રોસ-પૅસેજ હશે. ટેકરીઓ, જંગલ વિસ્તારો અને ખેતીની જમીન સહિત નેશનલ પાર્કમાં પર્યાવરણીય રીતે સંવેદનશીલ અને ભૌગોલિક રીતે જટિલ જમીનની નીચેથી આ ટનલ પસાર થશે અને તેનું ખોદકામ ટીબીએમથી ફિલ્મસિટી ખાતે લોન્ચિંગ શાફ્ટથી કરવામાં આવવાનું છે.

ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ હાલ ટીબીએમ માટે લોન્ચિંગ શાફ્ટનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને સાડા ત્રણ મીટર ઊંડાઈએ ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટીબીએમની મદદથી જમીનની નીચે કામ ચાલુ કરવા માટે લગભગ ત્રણ લાખ ક્યુબિક મીટર ખોદકામ કરવું પડવાનું છે.

ટનલના બાંધકામનો કૉન્ટ્રેક્ટ જે. કુમાર-એનસીને આપવામાં આવ્યો છે. દરેક લેન ત્રણ માર્ગની હશે. ટ્વિન ટનલમાં દરેક ટનલ ૪.૭૦ મીટર વ્યાસના હશે. સંજય ગાંધી નેશનલ પાર્ક પરિસર અંતર્ગત તેનો વ્યાસ ૧૩ મીટરનો હશે. આ ટનલ બનાવવા માટે ડુંગરના નીચે ૨૦થી ૧૬૦ મીટર ઊંડાઈ પર ખોદકામ કરવામાં આવવાનું હતું હવે તેની જગ્યાએ જોકે થોડી આગળ ખસેડવામાં આવી છે.

ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનું કામ ચાર ફેઝમાં કરવામાં આવવાનું છે, જેમાં ત્રીજા ફેઝ(બી)માં ૬.૬૫ કિલોમીટરનો કોરિડોર બનાવવામાં આવશે. જે હેઠળ ગોરેગામ ફિલ્મસિટી ખાતે ૧.૨૨ કિલોમીટરની ટ્પિલ-લેન બોક્સ ટનલ અને બોરીવલીમાં સંજય ગાંધી નેશનલ પાર્ક નીચે ટ્વિન ટનલનો સમાવેશ થાય છે.

આ ટનલ ગોરેગામ પૂર્વમાં ફિલ્મસિટીથી શરૂ થશે અને મુલુંડના અમર જંકશન પર નીકળશે, જ્યાં હાલમાં ગીચ ઝૂંપડપટ્ટી છે. ટનલ ખોદવા માટે ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)નો ઉપયોગ કરવામાં આવવાનો છે, જેમાં ૫.૩૦ કિલોમીટરનું ખોદકામ ટીબીએમથી કરવામાં આવવાનું છે.

પાલિકાએ ઑક્ટોબર, ૨૦૨૮ સુધીમાં આ ટનલનું કામ પૂરું કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ૧૨.૨ કિલોમીટર લંબાઈનો ગોરેગામ-મુલુંડ લિંક રોડ ગોરેગામમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને મુલુંડમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડશે, જેનાથી મુસાફરીનો સમય ૭૫ મિનિટથી ઘટીને ૨૫ મિનિટનો થઈ જશે. ચાર તબક્કામાં અમલમાં મૂકવામાં આવનારા આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧૪,૦૦૦ કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો…નવી મુંબઈ એરપોર્ટ કાઉન્ટડાઉન સ્ટાર્ટઃ એર ઈન્ડિયાની રોજની 20 ફ્લાઇટ્સ શરૂ થશે

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button