આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભાજપના ધનગર નેતાએ શરદ પવારને તેમની સાંસદ પુત્રીને રાજીનામું આપવા કહ્યું…

પુણે: ભાજપના નેતા ગોપીચંદ પડલકરે મંગળવારે એનસીપી (એસપી)ના વડા શરદ પવારને કહ્યું કે,જો તેઓને ઈવીએમ પર વિશ્વાસ ન હોય તો તેમની પુત્રી અને પૌત્રને સાંસદ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનું કહેવાની હિંમત બતાવે. પવારના તીવ્ર ટીકાકાર પડલકરની આ ટિપ્પણી, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મોટા પાયે હાર બાદ ઈવીએમની વિશ્વસનીયતા અંગે વિપક્ષી છાવણીમાં ઉગ્ર ચર્ચા વચ્ચે આવી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા પદને લઈને મહા વિકાસ આઘાડીમાં પડી ફૂટ?

ભાજપના ધારાસભ્ય પડલકર અને એમએલસી સદાભાઉ ખોતે સોલાપુર જિલ્લાના મારકડવાડી ગામમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી, જ્યાં ગયા અઠવાડિયે ગ્રામવાસીઓએ બેલેટ પેપરનો ઉપયોગ કરીને ફેરમતદાન કરાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ એન્ટી ઈવીએમ વિરોધીઓ માટે એપી સેન્ટર બની ગયું છે.

એક જાહેર સભાને સંબોધતા પડલકરે શરદ પવાર પર મારકડવાડી ગામમાં ધનગર સમુદાયને નકારાત્મક રીતે દર્શાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. પવાર પર આકરા પ્રહાર કરતાં પડલકરે કહ્યું, “૧૦૦ શકુની મામાના મૃત્યુ પછી એક શરદ પવારનો જન્મ થયો છે”. પવારે લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ એમવીએની જીતની પ્રશંસા કરી હતી પરંતુ જ્યારે વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિનો વિજય થયો, ત્યારે એનસીપી (એસપી)ના વડા ઈવીએમ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.

પવારની રાજનીતિને વિશ્વાસઘાતની રાજનીતિ તરીકે વર્ણવી શકાય . લોકો પવારને એક સ્માર્ટ રાજકારણી તરીકે ઓળખતા હતા પરંતુ આ મારકડવાડીની ઘટના દર્શાવે છે કે તેમનામાં શાણપણ રહ્યું નથી,” પડલકરે આક્ષેપ કર્યો હતો.

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ પણ ગ્રામજનો સાથે એકતા દર્શાવવા માલશિરસ વિધાનસભા મતવિસ્તાર હેઠળના ગામની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના ગવર્નર કહે છે કે લાડકી બહેન યોજના ચાલુ રહેશે

પટોલેએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરીને લોકોના મતદાનના અધિકારને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પટોલેએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના કેટલાંક ગામો તેમની ગ્રામસભામાં ભવિષ્યની ચૂંટણીમાં ઈવીએમ વિરુદ્ધ ઠરાવો લાવી રહ્યાં છે. પટોલેએ જણાવ્યું હતું કે વિપક્ષ મારકડવાડીના કેટલાક રહેવાસીઓને થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button