આમચી મુંબઈમહારાષ્ટ્ર

પાલઘર યાર્ડમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, WR સેવાઓ પ્રભાવિત

મંગળવારે સાંજે લગભગ 5.10 વાગ્યે પાલઘરમાં માલસામાન ટ્રેનના છ વેગન પાટા પરથી ઉતરી જતાં દહાણુ અને વિરાર વચ્ચેની 11 લોકલ સેવાઓ રદ કરવામાં આવી હતી જ્યારે એક લોકલ સેવા વિરારમાં સમાપ્ત કરવામાં આવી હતી.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (પીઆરઓ) સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે આ ઘટના લગભગ સાંજે 5.10 વાગ્યે બની હતી અને પાલઘર ટ્રેન અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રિસ્ટોરેશન કાર્ય પ્રગતિમાં છે અને નંદુરબાર, ઉધના, બાંદ્રા ટર્મિનસ અને વલસાડથી Accident Relief Train બોલાવવામાં આવી છે.

અકસ્માતને પગલે 29.05.2024 ના રોજ દહાણુ રોડ જતી અને આવતી નીચેની લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.

93007 ચર્ચગેટ – દહાણુ રોડ
93008 દહાણુ રોડ – બોરિવલી
93009 ચર્ચગેટ – દહાણુ રોડ
93011 ચર્ચગેટ – દહાણુ રોડ
93013 બોરિવલી -દહાણુ રોડ
93015 ચર્ચગેટ – દહાણુ રોડ
93008 દહાણુ રોડ – બોરિવલી
93010 દહાણુ રોડ – વિરાર
93012 દહાણુ રોડ – વિરાર
93014 દહાણુ રોડ – વિરાર
93016 દહાણુ રોડ – વિરાર

અકસ્માતને કારણે મુંબઈ-સુરત સેક્શન પર પેસેન્જર લાઇનને અસર થઈ છે જ્યારે 12936 સુરત-મુંબઈ ઈન્ટરસિટી ટ્રેન સેવા વાપી ખાતે જ સમાપ્ત કરી દેવામાં આવી છે. તેવી જ રીતે, 16505 ગાંધીધામ-એસબીસી એક્સપ્રેસ, 12432 નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસ અને 19260 ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસને સુરત-ઉધના-જલગાંવ-કલ્યાણ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

અકસ્માતને પગલે રેલવે તરફથી હેલ્પ લાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button