આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગૂડ ન્યૂઝઃ મ્હાડાની આટલી ઈમારતોના પુનઃ વિકાસનો માર્ગ મોકળો

મુંબઈ: મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) દ્વારા દક્ષિણ મુંબઈમાં અનેક ઇમારતો વિકસાવવામાં અને પુનઃવિકાસ (રિડેવલપ) કરવામાં આવી છે પણ 30 વર્ષ પૂરા ન થયેલી કરમુક્ત 388 ઇમારતના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો થયો છે. સૂચિત 33 (24) આ નવો નિયમ લાગુ કર્યા બાદ પણ કાર્પેટ એરિયામાં હાથવગો થવાને લીધે ઇમારતોના રિડેવલપમેન્ટમાં અવરોધ નિર્માણ થયા હતા, પરંતુ હવે સરકાર દ્વારા 33(7) નિયમો મુજબ પુનઃવિકાસના કામો માટે વિશેષ નિયમો મંજૂર કરતાં હવે આ રખડેલા કામકાજને વેગ મળશે.

આ વિશે મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય જારી કરવામાં આવ્યો હતો અને રિડેવલપમેન્ટના કામોમાં આવતી સમસ્યા અને ઉપાય વિશે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ આ નિર્ણયને મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણય બાદ મ્હાડા દ્વારા વિકસાવવામાં આવેલી ઈમારતોનો પુનઃવિકાસ શક્ય બનશે. શહેરમાં 14,000થી વધુ જૂની અને જર્જરિત ઇમારતો છે, જેમાંથી અનેક ઇમારતોનું મ્હાડા દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે અને કેટલીક ઇમારતોનો વિકાસ નિયંત્રણ નિયમન 33(7) હેઠળ પુનઃવિકાસ કરવામાં આવી હતી.

કાર્પેટ એરિયાના અભાવે વડા પ્રધાન યોજના હેઠળની 66 એવી 454 ઇમારતનો પુનઃવિકાસનું કામ અટકાવવામાં આવ્યું હતું, જેથી ઇમારતોના પુનર્વિકાસ માટેનું કામ આગળ વધ્યું નહોતું. રહેવાસીઓને તે જ વિસ્તારમાં 160 થી 225 ચોરસ ફૂટના ઘરોની ઓફર કરવામાં આવી હતી.

આ બાબત વિશે અભ્યાસ કર્યા બાદ વિકાસ નિયંત્રણ નિયમોમાં સુધારો કરી નવો નિયમ 33(24) બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ આ નિયમ જારી કર્યા બાદ પણ ઇમારતોના પુનઃવિકાસમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી, તેથી રહેવાસીઓ દ્વારા નિયમ 33(7) મુજબ આ લાભ મેળવવાની માંગણી કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button