આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

Good News: કોંકણ રેલવે હવે બોરીવલી સુધી દોડાવવામાં આવશે

મુંબઇઃ કાંદિવલી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે સાંજે એવી જાહેરાત કરી છે જે જાણીને મુંબઇગરાના ચહેરા ખુશીથી ઝુમી ઉઠશે.

ગણપતિ ઉત્સવ દરમિયાન બોરીવલી-વિરાર સેક્ટરથી કોંકણ પટ્ટામાં ટ્રેન સેવાઓ શરૂ કરવા માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. ઉપરાંત પનવેલથી બોરીવલી સુધીની મુસાફરી સરળ બને તે માટે પશ્ચિમ લાઇનમાં બોરીવલી સુધી હાર્બર લાઇનના વિસ્તરણ માટે પણ ઘણા લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી છે. રેલવે પ્રધાન હાલમાં મુંબઇ આવ્યા હતા. તે સમયે તેમણે કાંદિવલી ખાતે જનસભાને સંબોધી હતી. તેમની સાથે ઉત્તર મુંબઈ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપ અને મહાગઠબંધનના ઉમેદવાર પીયૂષ ગોયલ પણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લોકોની માગણીનો પડઘો પાડતા બોરીવલી-વિરાર સેક્ટરથી કોંકણ પટ્ટામાં ટ્રેન સેવાઓ શરૂ કરવાની અને ગોરેગાંવ હાર્બર રેલ્વેને બોરીવલી સુધી લંબાવવાની માગણી કરી હતી.

લોકોની લાંબા સમયની માગણીનો જવાબ આપતા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બોરીવલી સુધી હાર્બર લાઇનના વિસ્તરણ માટે રૂ. 876 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે અને બોરીવલીથી કોંકણ સુધી સીધી ટ્રેનો દોડાવવા નાયગાંવ-જુચંદ્રા ખાતે ડબલ લાઇન બાયપાસ બનાવવા માટે રૂ. 176 કરોડની રકમ મંજૂર કરવામાં આવ્યા છે. રેલવેને કોંકણ સુધી લઈ જવા માટે વસઈ ખાતે બાયપાસ છે. તેને દૂર કરવા માટે 176 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્રએ પણ આ માટે મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન મોદીની સૂચના મુજબ આ કામને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી હતી કે હાર્બર માર્ગને બોરેવીથી જોડવાના કામો માટે મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત મુંબઇમાં વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રસંગે પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે બોરીવલી અને મલાડ રેલવે સ્ટેશન સ્માર્ટ બની રહ્યા છે. આગામી તબક્કામાં દહિસર અને કાંદિવલીને સ્માર્ટ સ્ટેશન બનાવવા જોઈએ. વંદે ભારત મેટ્રો લોકલ ટ્રેનથી લોકોને ઘણો ફરક પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…