આમચી મુંબઈટોપ ન્યૂઝ

ન્યુ ઈન્ડિયા બેંકના ખાતાધારકો માટે આવ્યા Good News, આ દિવસે આવશે ઈન્શ્યોરન્સના પૈસા ખાતામાં…

ન્યુ ઈન્ડિયા કો. ઓપ. બેંક (New India Co.Op.Bank)ના ખાતાધારકો હાલ ખૂબ જ ટેન્શનમાં છે, પરંતુ હવે આ લાખો એકાઉન્ટ હોલ્ડર્સને રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ જે પણ લોકોના પૈસા આ બેંકમાં જમા છે તેમને ટૂંક સમયમાં જ ઈન્શ્યોરન્સના પૈસા પાછા મળશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંક પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ આ માહિતી આપવામાં આવી છે. આવો જોઈએ આરબીઆઈએ શું કહ્યું છે અને ખાતાધારકોના એકાઉન્ટમાં ક્યારે આ ઈન્શ્યોરન્સના પૈસા આવશે.

આરબીઆઈએ જણાવ્યું છે કે પાંચ લાખ રૂપિયા સુધીની રકમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તમારી જાણ માટે આરબીઆઈએ ન્યુ ઈન્ડિયા કો. ઓપ. બેંકના ખાતાની તપાસમાં કેટલીક ખામીઓ શોધી કાઢી હતી અને ત્યાર બાદ બેંક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બેંક પર ગુરુવારેથી આગામી છ મહિના માટે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ આ બધા વચ્ચે આરબીઆઈએ ખાતાધારકોને રાહત આપતા સમાચાર આપ્યા છે.

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન અંતર્ગત ખાતાધારકોને પાંચ લાખ રૂપિયા સુધીનું કવર મળશે. બેંકના 90 ટકાથી વધુ ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે. ખાતાધારકોએ 45 દિવસની અંદર એટલે કે 30મી માર્ચ, 2025 સુધી પોતાના ક્લેઈમ સંબંધિત દસ્તાવેજો જમા કરાવવાના રહેશે અને ત્યાર બાદ આ પૈસા તેમના ખાતામાં ડિપોઝિટ કરવામાં આવશે.

આ પણ વાંચો…India’s Got Latent Controversy: મહારાષ્ટ્ર સાયબર સેલે 50 સેલિબ્રિટીને સમન્સ પાઠવ્યા

ખાતાધારકોને આ ઈન્શ્યોરન્સના આ પૈસા ડીઆઈસીજીસી દ્વારા 14મી મે, 2025થી આપવાની શરૂઆત કરવામાં આવશે. પૈસા એકાઉન્ટ હોલ્ડર દ્વારા આપવામાં આવેલા વૈકલ્પિક ખાતામાં કે તમારા આધાર લિંક હોય એવા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત ખાતાધારકોએ સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે જેમાં તમારું નામ, બેંક અને પ્રતિબિંધ બેંક એકાઉન્ટની માહિતી ગોવી જરૂરી છે.

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના અન્ય મિત્રો સાથે શેર કરીને તેમને પણ આ બાબતે જાગરૂક કરો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button