મુંબઈગરા માટે Good News: આટલા બ્રિજનું થશે સમારકામ, પ્રવાસ બનશે ઝડપી…
મુંબઈઃ પૂર્વ ઉપગર અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના ફ્લાયઓવરનું સમારકામ કરીને તેને મજબૂત બનાવવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકા દ્વારા લેવામા આવ્યો છે અને જેમાં 12 ફ્લાયઓવર સહિત અંડરગ્રાઉન્ડ રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામ માટે મુંબઈ મહાપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોઈ 23 કરોડ 68 લાખ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.
નક્કી કરવામાં આવેલા બ્રિજમાંથી કેટલાક બ્રિજનું ચોમાસા પહેલાં તો કેટલાકનું ચોમાસા બાદ સમારકામ કરવામાં આવશે. આ કારણે બ્રિજની આવરદા વધશે, એવી માહિતી પાલિકાના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે.
અંધેરી ઈસ્ટ અને વેસ્ટને જોડનારા ગોખલે ફ્લાયઓવરનો કેટલો હિસ્સો 2018માં ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં બે જણના મૃત્યુ થયા હતા જ્યારે કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. આ પહેલાં 2017માં એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન પરના એફઓબીની દુર્ઘટનામાં 22 પ્રવાસીના મૃત્યુ થયા હતા. આ બંને દુર્ઘટના બાદ એ સમયે એફઓબી અને ફ્લાય ઓવરની તપાસણી કરવામાં આવી હતી.
આ તપાસ બાદ રેલવે હદમાં આવેલા ફ્લાયઓવર, એફઓબીનું રેલવે અને પાલિકા દ્વારા જોઈન્ટ રિવ્યૂ કરીને પૂલનું સમારકામ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અનુસાર મુંબઈના અનેક ફ્લાયઓવરનું સમારકામ કરીને તેનું મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે.
એમએમઆરડીએ મુંબઈ મહાપાલિકા પાસે હસ્તાંતરિત કરેરપાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને પૂર્વ ઉપનગરના પુલનું સમારકામ ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે. આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોઈ ચોમાસા લબિત 15 મહિનામાં કામ પૂરું કરવાનો લક્ષ્ય મુંબઈ મહાપાલિકા દ્વારા રાખવામાં આવ્યું છે. આ પૂલનું સ્ટ્ર્રક્ચરલ ઓડિટ કરવામાં આવ્યું છે. સૌથી વધુ કામ સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ પર આવનારા પૂલના છે. તેમ જ પૂર્વ ઉપનગરના રેલવે ફ્લાય ઓવર પર ક્રેશ બેરિયરનું કામ હાથ ધરવામાં આવશે.
આ ફ્લાયઓવરના કામ હાથ ધરા
કુર્લા એલબીએસ જંક્શન પર એવાલે સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ
અણ્ણાભાઉ સાઠે ફ્લાયઓવર, ચેમ્બુર
અમર મહલ જંક્શન ફ્લાયઓવર, ચેમ્બુર
ઘાટકોપર માનખુર્દ લિંક રોડ, ઘાટકોપર
સાયન-પનવેલ હાઈવે અને મહારાષ્ટ્ર નગરને જોડનારા સબવેનું સમારકામ
સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ એલટીટીથી કુર્લા દરમિયાનનો તબક્કો
સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ પરના કુર્લા વિસ્તારનો ડબલ ડેકર ફ્લાય ઓવર
સ્વામી નારાયણ ફ્લાયઓવર, ચેમ્બુર
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને જોડનારો સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ જોડવામાં આવશે, ચેમ્બુર
4,830 કરોડ રૂપિયાની જોગવાઈ
મુંબઈગરાનો પ્રવાસ બને અને ટ્રાફિક જામ ફ્રી થાય એ માટે નવા ફ્લાય ઓવર બનાવવા, જૂના બ્રિજનું રિનોવેશન મુંબઈ મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં મુંબઈના 16 ફ્લાયઓવરના કામને ગતિ મળે એ માટે 4,830 કરોડ રૂપિયાની જોગવાઈ 2024-25ના બજેટમાં કરવામાં આવી છે. જેમાં વિક્રોલી રેલવે ફ્લાયઓવર, ગોખલે બ્રિજ, વિદ્યાવિહાહ રેલવે સ્ટેશન ફ્લાયઓવર, માહિતી કોઝવે ખાતે મીઠી નદી પર આવેલા પૂલનું વિસ્તારીકરણ, પુર્નબાંધણી વગેરેનો સમાવેશ થાય છે.