આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગુડ ન્યૂઝઃ માથેરાનમાં ઈ-રિક્ષાની પરવાનગી, સ્થાનિકો ખુશ

મુંબઈ: મુંબઈ નજીકના હિલ સ્ટેશન અને પર્યટન માટેના જાણીતા માથેરાનમાં ફરી એક વખત ઈ-રિક્ષાની સેવા ફરી શરૂ થવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા માથેરાનમાં ઈ-રિક્ષા ફરી શરૂ કરવાનો આદેશ આપવામાં આપ્યો હતો. કોર્ટના આ આદેશને લીધે ત્યના સ્થાનિક લોકો, પર્યટકોને તેનો લાભ થતાં માથેરાનના રહેવાસીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
માથેરાનમાં આ પહેલા હાથ રિક્ષા ચલાવતા હતા. આ હાથ રિક્ષા લોકો ચલાવતા હોવાથી ત્યાં ઈ-રિક્ષા શરૂ કરવાની પરવાનગી માંગતી અરજી અહીંના શ્રમિક રિક્ષા સંઘટના દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

દાખલ કરવામાં આવેલી આ અરજીને માન્ય કરતાં સુપ્રીમ કોર્ટે પાંચ ડિસેમ્બર 2022ના રોજ મહિન્દ્રા કંપનીની સાત ઈ-રિક્ષાને ત્રણ મહિના સુધી ટ્રાયલ કરવાનો આદેશ જારી કર્યો હતો. આ ઈ-રિક્ષા શરૂ થતાં માથેરાનમાં પર્યટકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે અને અહીના સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો હતો.

ટ્રાયલ રનના ત્રણ મહિના પૂરા થતાં આ રિક્ષાને બંધ કરવામાં આવી હતી ત્યાર બાદ માથેરાન નગર પરિષદ દ્વારા સનિયંત્રણ સમિતિને ઈ-રિક્ષાનો પ્રયોગ સફળ થયાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

ઈ-રિક્ષાની પ્રયોગ સફળ થતા સમિતિ દ્વારા આ સેવાને ચાલુ રાખવા માટેની માંગણી સુપ્રીમ કોર્ટ સામે કરવામાં આવી હતી. અદાલતે બંને તરફની દલીલી સાંભળ્યા બાદ અદાલતે ઈ-રિક્ષાની સેવાને આગામી એક વર્ષ સુધી ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા