Good News: દિલ્હી-બેંગલુરુ માફક મુંબઈમાં પણ શરૂ થશે બાઇક ટેક્સી!

મુંબઈ: આર્થિક પાટનગર મુંબઈમાં ઝડપી અને ટ્રાફિકમુક્ત મુસાફરી માટેના વિકલ્પ ઊભા કરવા માટે સરકાર કોશિશ કરી રહી છે. મુંબઈમાં પણ પાટનગર દિલ્હી અને આઇટી સિટી બેંગલુરુના માફક હવે મુંબઈમાં પણ સરકાર બાઇક ટેક્સી લોન્ચ કરવાની તૈયારીમાં છે.
દેશમાં 22 રાજ્યના આધારે મુંબઈમાં બાઈક ટેક્સી લોન્ચ કરવાની સરકારે યોજના બનાવી છે. આ મુદ્દે તાજેતરમાં રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે મુંબઈમાં પણ વહેલી તકે બાઇક ટેક્સી ચાલુ કરવામાં આવશે.
બાઈક ટેક્સી ચાલુ કરવાથી મુંબઈગરાને લોકલ ટ્રેન, બેસ્ટ બસ, મેટ્રો, મોનો રેલની માફક પરિવહન માટે નવા વિકલ્પ પણ મળશે. અહીં એ જણાવવાનું કે રાજ્યમાં 100 યોજનાની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જાહેરાતમાં બાઇક ટેક્સી લોન્ચ કરવાની યોજનાનો પણ સમાવેશ થાય છે.
આ મુદે પરિવહન પ્રધાને કહ્યું હતું કે મુંબઈમાં બાઈક ટેક્સી શરૂ કરવાથી મુંબઈગરાને ઝડપી પરિવહનનો વિકલ્પ મળશે તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે. ઑટો રિક્ષા અને ટેકસીની તુલનામાં વહેલી તકે ડેસ્ટિનેશન પર પહોંચાડવામાં સરળતા ઊભી થશે.
આ પણ વાંચો…વિદેશી હૂંડિયામણની અનામત 1.78 અબજ ડૉલર ઘટી…
બાઈક ટેક્સી ખાસ કરીને GPS આધારિત હશે, જે ચાલકને ટ્રેક પણ કરી શકાશે. ચાલક અને પ્રવાસી માટે હેલ્મેટ પહેરવાનું અનિવાર્ય હશે. કંપની પાસે એટ લિસ્ટ 50 બાઇક હોવા જરૂરી બનશે. સરકારની આ યોજનાથી લગભગ 20,000 રોજગારીનું સર્જન કરવામાં આવશે.
સુરક્ષાના દ્રષ્ટિકોણને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. પ્રવાસીમાં ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત પ્રવાસ કરે એનું ધ્યાન રાખવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં સંબંધિત મંજૂરી મળે એવી અપેક્ષા છે. ઉપરાત બાઇક ટેક્સીનું ભાડું કિલોમીટર પર ત્રણ રૂપિયાની આસપાસ હશે.