Gold Price Today: લગ્નન સિઝનની ખરીદી ઘટતા સોનાના ભાવમાં થયો ફેરફાર, જાણો લેટેસ્ટ ભાવ…
મુંબઇ : દેશમાં લગ્નની સિઝન જેમ જેમ પસાર થઈ રહી છે તેમ તેમ સોના-ચાંદીના(Gold Price Today)ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં આજે બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 24 કેરેટ સોનાના ભાવમાં સરેરાશ 324 રૂપિયાનો ઘટાડો થયો અને 76584 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. જ્યારે ચાંદીના ભાવમાં આજે 514 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે ચાંદી 89001 રૂપિયાના સરેરાશ દરે ખુલી છે. આ દર IBA દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં GSTનો સમાવેશ થતો નથી. શહેર મુજબ 1000 થી 2000 રૂપિયાનો તફાવત હોઈ શકે છે.
આ પણ વાંચો : પ્રદૂષણનું સ્તર માપવા માટે બીએમસી ખરીદશે ચાર મોબાઈલ વૅન…
સોનાના ભાવમાં ઘટાડો
દેશભરમાં 23 કેરેટ સોનાનો ભાવ આજે 323 રૂપિયા ઘટીને 76277 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. 22 કેરેટ સોનું પણ 297 રૂપિયા સસ્તું થઈને 70151 રૂપિયા છે. 18 કેરેટ સોનાનો ભાવ 243 રૂપિયા ઘટીને 57438 રૂપિયા થયો છે. 14 કેરેટ સોનાનો ભાવ પણ 189 રૂપિયા ઘટીને 44802 રૂપિયા થયો છે.
સોનામાં રોકાણકારો માટે વર્ષ 2024 શ્રેષ્ઠ સાબિત થયું
સોનામાં રોકાણકારો માટે વર્ષ 2024નું વર્ષ શ્રેષ્ઠ સાબિત થયું છે. જેમાં સોનાના ભાવમાં 30 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે અને સોનાના ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. છેલ્લા 10 વર્ષના ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો આ વર્ષે સોનાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો : પરભણીમાં હિંસાઃ ધરપકડ કરાયેલી વ્યક્તિનું મૃત્યુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાણો
2025 માં સોનું આ રેન્જમાં વેપાર કરશે
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, આર્થિક અને ભૌગોલિક રાજનીતિક સંકટને કારણે સોનાના ભાવમાં વધારો વર્ષ 2024ની જેમ યથાવત નહિ રહે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2025માં સોનાની કિંમતોની હિલચાલ મોટાભાગે અમેરિકામાં બની રહેલી ઘટનાઓ પર નિર્ભર રહેશે. ખાસ કરીને બજારની નજર ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ પર રહેશે. જેઓ 20 જાન્યુઆરી, 2025 ના રોજ બીજી વખત યુએસના પ્રમુખ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન સ્થાનિક અર્થતંત્રને બુસ્ટર ડોઝ મળશે. પરંતુ સમગ્ર વિશ્વમાં રોકાણકારોમાં ભયનો માહોલ રહેશે.