આમચી મુંબઈ

Gold Price Today: લગ્નગાળાની મોસમમાં સોનાની માંગ વધી, જાણો સોનાના લેટેસ્ટ ભાવ

મુંબઈ: સોના-ચાંદીના ભાવમાં(Gold Price Today)વધઘટ જોવા મળી રહી છે. જેમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. જેના કારણે સ્થાનિક ભાવ પર પણ અસર થઈ છે. દેશમાં બુલિયન માર્કેટ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનાના ભાવ 76453 રૂપિયા પ્રતિ 10 ગ્રામના છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 76147 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

દેશમાં લગ્નની મોસમમાં સોનાની માંગ વધી

દેશમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને એક અંદાજ મુજબ નવેમ્બર-ડિસેમ્બરમાં આ લગ્ન સિઝનમાં લગભગ 48 લાખ લગ્નો થશે. લગ્નની સિઝનમાં ભારતમાં સોનાની માંગ વધે છે અને તે પછી સોનાના ભાવ પણ વધે છે અને ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળે છે. ઈન્ટરનેશનલ માર્કેટ પર નજર કરીએ તો જો અમેરિકી ડોલર નબળો પડશે તો ડિસેમ્બરમાં સોનાના ભાવ વધી શકે છે.

આ પણ વાંચો : અમેરિકાના પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે સોના-ચાંદીમાં નરમાઈ…

ડિસેમ્બરમાં ભાવ વધવાના સંકેત

રોઇટર્સ પરના અહેવાલ મુજબ, ડિસેમ્બરમાં ઐતિહાસિક રીતે નબળા દેખાવ છતાં યુએસ ડોલરમાં મોસમી નબળાઈને કારણે ટૂંકા ગાળામાં સોનાના ભાવ 2700 ડોલર પ્રતિ ઔંસ સુધી વધી શકે છે. જોકે, મધ્યમ ગાળામાં સોનાના ભાવમાં વધુ સુધારો શક્ય છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મજબૂતી

વૈશ્વિક બજારમાં, COMEX પર સોના અને ચાંદીના ભાવ મજબૂત છે અને સોનાના ફેબ્રુઆરી વાયદાના ભાવ 10.96 ડોલર વધીને 2659.21 ડોલર પ્રતિ ઔંસ છે. જ્યારે કોમેક્સ પર ચાંદી 0.60 ટકાના વધારા સાથે 31.72 ડોલરપ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button