દિવાળી પહેલા સોનું ખરીદવાની સારી તક! એક અઠવાડિયામાં ભાવમાં આટલો ઘટાડો…

મુંબઈ: દશેરા અને દિવાળીના તહેવારો નજીક આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સોનાના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો, પરંતુ ગત અઠવાડિયે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે સોનું ખરીદવા ઈચ્છતા લોકોને થોડી રાહત મળી છે.
ગત અઠવાડિયે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમતમાં રૂ.1900 થી વધુનો ઘટાડો નોંધાયો હતો. ફ્યુચર્સ ટ્રેડિંગમાં ઉપરાંત સ્થાનિક બજારમાં પણ સોનું સસ્તું થયું છે.
MCX પર સોનાના ભાવના ઘટાડો:
MCX પર 3 ઓક્ટોબરના રોજ એક્સપાયર થતા સોનાના ભાવમાં છેલ્લા અઠવાડિયામાં ઘટાડો નોંધાયો હતો. જોકે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોનાના ભાવમાં આંશિક વધરો નોંધાયો હતો.
8 ઓગસ્ટના રોજ 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 1,01,798 રૂપિયા હતો, જે રૂ.1,948 ઘટીને ગત શુક્રવારે રૂ.99,850 રૂપિયાના સ્તર પર આવી ગયો હતો.
સ્થાનિક બજારમાં સોનાનો ભાવ:
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પર રજુ કરવામાં આવેલા આંકડા મુજબ 8 ઓગસ્ટના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,00,942 રૂપિયા હતો. આ પછી, ગત શુક્રવાર સુધી ઘટીને રૂ.1,00,023 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો, આમ એક અઠવાડિયામાં પ્રતિ 10 ગ્રામે રૂ.919નો ઘટાડો થયો હતો.
દસેરા અને દિવાળીના તહેવારો નજીક આવે તેમ સ્થાનિક માંગ વધવાની સાથે સોના ભાવ પણ ઉપર ચઢે તેવી શક્યતા છે. એ પહેલા સોનું ખરીદવાનો સારી તક છે.
આ પણ વાંચો…હે! જુહુના દરિયા કિનારે સોનું મળે છે, લોકો ગરણી લઈને દોડી આવે છે
ક્વોલીટી | ભાવ (પ્રતિ 10 ગ્રામ) |
24 કેરેટ | રૂ. 1,00,023 |
22 કેરેટ | રૂ. 97,620 |
20 કેરેટ | રૂ. 89,020 |
18 કેરેટ | રૂ. 81,020 |
14 કેરેટ | રૂ. 64,510 |