આમચી મુંબઈવેપારસ્પેશિયલ ફિચર્સ

Gold Price : નવા વર્ષમાં સોનું અપાવશે આટલા ટકા રિટર્ન, ચાંદી પણ કરશે માલામાલ

મુંબઇ : સંવત 2081 દિવાળીના દિવસથી શરૂ થયું છે અને ગયા સંવત એટલે કે 2080માં સોના અને ચાંદી બંને
કિંમતી ધાતુઓએ(Gold Price)રોકાણકારોને સારું એવું વળતર આપ્યું છે. હાલમાં સોનું સ્થાનિક બજારમાં તેમજ વૈશ્વિક બજારોમાં જબરદસ્ત વળતર આપી રહ્યું છે. તેમજ સુરક્ષિત સંપત્તિ હોવાના લીધે તેના ભાવમાં વધારો થઇ રહ્યો છે. આ સંવતમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 82,000ની નજીક પહોંચી ગયો છે અને સોનાના રોકાણકારો ખુશ છે.

સંવત 2081માં સોનું 18 ટકા સુધીનું વળતર આપશે

આર્થિક અને કોમોડિટી નિષ્ણાતોના મતે સંવત 2081માં સોનાનું કુલ વળતર 18 ટકા જેટલું થવાનું અનુમાન છે. જો કે સંવત 2080માં સોનાએ જે વળતર આપ્યું છે તે અદ્ભુત છે. જો આપણે તેને વર્ષ-દર-વર્ષના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સોનાના ભાવ અને વળતર બેજોડ રહ્યા છે. ગત વર્ષે સોનાએ 32 ટકા વળતર આપ્યું છે અને ચાંદીએ તેના રોકાણકારોને 39 ટકા વળતર આપ્યું છે.

આપણ વાંચો: સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી

આગામી દિવાળી સુધી 18 ટકા વળતર સાથે કમાણી થશે

જ્યારે સંવત 2081 પૂર્ણ થશે એટલે કે આગામી દિવાળી સુધીમાં સોનામાં 18 ટકાનું વળતર અપેક્ષિત છે. કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદી બંને કીમતી ધાતુઓની કિંમતો સતત વધી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના

અને ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે. જો સોનોનો ભાવ આ જ રીતે વધશે તો તે ઘણા શેરો કરતાં ઊંચું વળતર આપતો એસેટ ક્લાસ પણ સાબિત થશે.સોનું ખરીદવા માટે તમારી પાસે ગોલ્ડ ઇટીએફ, ગોલ્ડ કોઇન અથવા બિસ્કીટ-બાર જેવા રોકાણ વિકલ્પો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button