આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર અઢી કરોડનું સોનું-હીરા જપ્ત: ત્રણ પ્રવાસીની ધરપકડ

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હીરા અને સોનાની દાણચોરીના ત્રણ કેસ કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ પકડી પાડ્યા હતા, જેમાં અઢી કરોડ રૂપિયાના મૂલ્યનું સોનું-હીરા સાથે ત્રણ પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી.

પહેલા કિસ્સામાં શનિવારે મળસકે બેંગકોકથી ફ્લાઇટમાં બે પ્રવાસી આવ્યા હતા. તેમણે શરીરમાં મીણમાં 24 કેરેટ ક્રૂડ ગોલ્ડ ડસ્ટ છુપાવ્યું હતું. તેમની પાસેથી 1.80 કરોડ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકરણે બંને પ્રવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: મુંબઈ એરપોર્ટ વિસ્તારમાંથી સાડા બાર કિલો સોનું ઝડપાયું, દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ

દરમિયાન મુંબઈથી દુબઇ જવા માટે એરપોર્ટ પર આવેલા પ્રવાસીને શંકાને આધારે આંતરવામાં આવ્યો હતો. તેની પાસેથી 5.20 લાખની કિંમતના 21.70 કેરેટના કટ અને પોલિશ્ડ લેબ ગ્રોન છૂટક હીરા મળી આવ્યા હતા.

એ સિવાય 226.95 કેટેરના કટ અને પોલિશ્ડ નેચરલ છૂટક હીરા પણ મળ્યા હતા, જેની કિંમત 69.69 લાખ હતી. આમ કુલ 74.90 લાખની કિંમતના હીરા જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રવાસી આ હીરા શરીરમાં છુપાવીને લાવ્યો હતો. તેની ધરપકડ કરાઇ હતી, એમ અધિકારીએ કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button