અગ્નિકાંડ બાદ ગોવા નાઈટક્લબના માલિકે આપી પ્રતિક્રિયા; જાણો શું કહ્યું

પણજી: શનિવારે મોડી રાત્રે ગોવાના આર્પોરામાં આવેલા જાણીતા બિર્ચ બાય રોમિયો લેન નાઈટક્લબ લાગેલી આગમાં 25 લોકો જીવતા ભૂંજાયા હતાં. દેશભરમાં આ ઘટનાની ચર્ચા થઇ રહી છે, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કરી ચુક્યા છે. એવામાં આજે સોમવારે નાઈટક્લબના માલિક સૌરભ લુથરાએ આ ઘટનામાં અંગે પહલીવાર પ્રતિક્રિયા આપી છે અને જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
અહેવાલ મુજબા આગની ઘટનામાં માર્યા ગયેલા 25 લોકોમાં 20 નાઈટક્લબના સ્ટાફ સભ્યો હતાં, જ્યારે પાંચ પ્રવાસીઓ હતાં. આ ઘટના બાદ પ્રથમ વાર જાહેરમાં પ્રતિક્રિયા આપતા સૌરભ લુથરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “મેનેજમેન્ટ આ ઘટના અંગે શોક વ્યક્ત કરે છે અને બિર્ચ ખાતે બનેલી દુર્ઘટનામાં લોકોના જીવ જવાથી અમે ઊંડા આઘાતમાં છીએ.”
સૌરભ લુથરાએ કહ્યું “આ દુઃખ ભરપાઈ ન થઇ શકે એવું છે અને આઘાત સહન ન થઇ શકે એવો છે. અમે મૃતકોના પરિવારો અને ઘાયલો સાથે ઉભા છીએ, અમે અત્યંત નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરી છીએ. શોકગ્રસ્ત પરિવારને દરેક શક્ય સહાય, ટેકો અને સહકાર આપવામાં આવશે.”
ગોવા પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી”
ગોવા પોલીસે આજે સોમવારે નાઈટક્લબના માલિકો સૌરભ લુથરા અને ગૌરવ લુથરા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. અહેવાલ મુજબ બંને ઘટના પછી ગોવા છોડીને ભાગી ગયા અને તેઓ દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે
રોમિયો લેન એ લોકપ્રિય હાઈ પ્રોફાઇલ રેસ્ટોરાં અને બારની ચેઈન છે, દિલ્હી, નોઈડા અને ભુવનેશ્વર સહિત ભારતના અનેક શહેરોમાં અને દેશની બહાર પણ ઘણા શહેરોમાં તેના આઉટલેટ્સ છે.
રોમિયો લેનની સત્તાવાર વેબસાઇટ મુજબ સૌરભ લુથરા ગોલ્ડ મેડલિસ્ટ વિનર એન્જિનિયર છે. સૌથી ઝડપથી વિકસતી રેસ્ટોરન્ટ ચેઈનના માલિક છે.
આપણ વાંચો: વલસાડી હાફૂસ કેરીને GI ટેગ મુદ્દે મહારાષ્ટ્રના ધારાસભ્યોએ બાંયો ચડાવતાં ડખો



