આમચી મુંબઈ
ફ્લાયઓવર પર વાહનોના અવરજવરમાં પ્રતિબંધ મૂકાતા ઘોડબંદર ટ્રાફિકજામ

મુંબઈઃ ઘોડબંદર ખાતે કપૂરબાવડી ફ્લાયઓવર પર રિપેરિંગ કામ માટે વાહનવ્યવહાર બંધ કરાતા ઘોડબંદર રોડ ટ્રાફિક જોવા મળી હતી. કપૂરબાવાડીથી પાટલીપાડા સુધી વાહનોની જોરદાર લાઈન લાગી હતી.
આ ટ્રાફિક જામના કારણે વાહનચાલકો ઉલટી દિશામાં વાહન ચલાવવા લાગ્યા હતા, જેના કારણે દુવિધામાં વધારો થયો હતો. મુંબઈ નાસિક હાઈવે, ધોકાલી-હાઈલેન્ડ રોડ પર પણ ટ્રાફિકને અસર થઈ છે.
ઘોડબંદર રૂટ પરથી દરરોજ હજારો વાહનો થાણે, ભિવંડી, નાસિક અને મુંબઈ તરફ જાય છે. કપૂરબાવડી ફ્લાયઓવર પર રોડને જોડતી લોખંડની પટ્ટી બદલવાની કામગીરી મંગળવારે રાત્રે જાહેર બાંધકામ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ પટ્ટી પરનો સિમેન્ટ હજુ સુકાયો નથી. જેથી બુધવારે સવારે પણ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો ન હતો. વૈકલ્પિક માર્ગ તરીકે, કેટલાક વાહનચાલકોએ ધોકાલી, હાઇલેન્ડ માર્ગ પસંદ કર્યો હતો.