આમચી મુંબઈ

ઘાટકોપરની રિતિકા ચવાણ સુસાઈડમાં ટ્વિસ્ટ: લવ જિહાદ કારણ હોઈ શકે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ઘાટકોપરમાં રહેતી રિતિકા ચવાણે ભૂતપૂર્વ બૉયફ્રેન્ડના ત્રાસથી કંટાળીને કરેલા સુસાઈડ મામલામાં જબરો ટ્વિસ્ટ આવી રહ્યો છે. રિતિકા આરોપી બૉયફ્રેન્ડ અલી શેખે ચલાવેલી લવ જિહાદનો ભોગ બની હોવાનું કહેવાય છે. રિતિકા સહિત ઘણી હિન્દુ યુવતીના સંપર્કમાં હતો શેખ, એવું તપાસમાં જણાયું હતું.

ઘાટકોપરના ગોલીબાર રોડ પરની સોસાયટીમાં રહેતી રિતિકા (22)એ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ કેસમાં ઘાટકોપર પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધી શેખની રવિવારે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : ફેસબૂક પર સુસાઈડ નોટ પોસ્ટ કરી આશ્રમ શાળાના શિક્ષકનો આપઘાત

પોલીસના જણાવ્યા મુજબ આત્મહત્યા કરનારી યુવતી અંધેરીની ફાર્મા કંપનીમાં કામ કરતી હતી ત્યારે તેની ઓળખ ત્યાં જ નોકરી કરતા શેખ સાથે થઈ હતી. શેખ સાથે મિત્રતા પછી યુવતીને તેની સાથે અફૅર થઈ ગયું હતું, પરંતુ શેખ બીજી યુવતીઓના પણ સંપર્કમાં હોવાનું જાણવા મળતાં ઘાટકોપરની યુવતીએ તેની સાથેના સંબંધ તોડી નાખ્યા હતા.

તપાસમાં જણાયું હતું કે શેખ ચારથી પાંચ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી રહ્યો હતો, જેમાં એક ગુજરાતી યુવતીનો પણ સમાવેશ થાય છે. આ વાતની જાણ થતાં રિતિકાએ શેખની પૂછપરછ કરી હતી. નફ્ફટ થઈને શેખે પણ બીજી યુવતીઓ સાથેના સંબંધની વાતને સમર્થન આપ્યું હતું. જોકે તેમ છતાં તે રિતિકાનો પીછો કરીને તેને ત્રાસ આપતો હતો. બાઈક ખરીદવા માટે તે રિતિકા પાસે નાણાંની માગણી પણ કરતો હતો.

આ પણ વાંચો : પોલીસના રેપનો ભોગ બનીને આપઘાત કરનારી ડોક્ટર યુવતીનો સાંસદ સામે આક્ષેપ…

કહેવાય છે કે શેખે હિન્દુ યુવતીઓના જ સંપર્કમાં હતો. યુવતીઓને પ્રેમની વાતોમાં ફસાવી તેમને બ્લૅકમેઈલ કરતો અને રૂપિયા પડાવતો હતો. જોકે હજુ કોઈ યુવતી શેખ વિરુદ્ધ ફરિયાદ કરવા સામે આવી નથી, પણ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે લવ જિહાદ હેઠળ શેખ યુવતીઓને ફસાવતો હતો

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button