પુણેમાં GBS નો કહેર, બારામતીની યુવતીનું મૃત્યુ, મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક થયો 10…

પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં GBSનો રોગચાળો ઓછો થવાનું નામ નથી લેતો. દિનપ્રતિદિન આ રોગના બીડિતોની સંખ્યા વધી રહી છે અને આ રોગને કારણે મરનારાઓની સંખ્યા પણ હવે વધીને 10 થઇ ગઇ છે. તાજેતરમાં જ બારામતીની 21 વર્ષીય યુવતી કિરણનું GBSને કારણે મૃત્યુ થયું હતું.
Also read : વૃક્ષોની આસપાસ રંગીન લાઇટો લપેટશો તો…….
મળતી માહિતી મુજબ કિરણ મૂળ તો બારામતીની રહેવાસી હતી. તે શિક્ષણ માટે પુણેના સિંહગઢ વિસ્તારમાં સંબંધીઓ પાસે રહેતી હતી અને છેલ્લાં ત્રણેક અઠવાડિયાથી GBS સામે લડી રહી હતી. આ વિસ્તારમાં GBSના ઘણા કેસ જોવા મળ્યા છે. કિરણને પણતેનો ચેપ લાગ્યો હતો. શરૂઆતમાં તો તેને ઝાડા અને નબળાઇ જેવા લક્ષણો જ જોવા મળ્યા હતા. તેના પરિવારજનો આવીને તેને બારામતી પરત લઇ ગયા હતા, જ્યાં તબીબો દ્વારા તપાસમાં GBSનું નિદાન થયું હતું.
આ વિસ્તારમાં GBS ના ઘણા કેસ જોવા મળ્યા છે, અને કમનસીબે કિરણને પણ ચેપ લાગ્યો હતો. શરૂઆતમાં, તેણીને ઝાડા અને નબળાઈ જેવા લક્ષણોનો અનુભવ થયો, જેના કારણે તેના પરિવારે તેણીને બારામતી લઈ ગયા, જ્યાં નિષ્ણાતો દ્વારા તેની તપાસ કરવામાં આવી. બારામતીમાં સારવાર બાદ પણ કિરણની તબિયતમાં કોઇ સુધારો ના દેખાતા અને તેના રોગના લક્ષણો GBS જેવા જ હોવાથી ડૉક્ટરોએ તેને પુણે ખાતેની હૉસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી. તેને 27 જાન્યુઆરીના રોજ પુણેની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પુણે ખાતે તેની તબિયત વધુ લથડી અને મંગળવારે તેનું નિધન થયું હતું.
Also read : ટૉરેસ સ્કૅમ: ભાગેડુ આરોપીઓએ ભારત બાદ બલ્ગેરિયામાં ઇન્વેસ્ટમેન્ટની ફ્રોડ સ્કીમ્સ શરૂ કરી
દરમિયાન મહારાષ્ટ્રમાં GBS ના પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 211 પર પહોંચી ગઇ છે, જેમાં મોટા ભાગના કેસ પુણેથી જ છે. તબીબો જણાવે છે કે GBS એક એવી દુર્લભ સ્થિતિ છે, જેમાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો થાય છે, જેને કારણે સ્નાયુઓમાં નબળાઇ, હાથ, પગની સંવેદના ગુમાવી બેસવી, ખાવાનુ ંખાવામાં કે ગળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.