નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ઘાટન ક્યારે? ગૌતમ અદાણીએ આપી મોટી અપડેટ...
Top Newsઆમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ઘાટન ક્યારે? ગૌતમ અદાણીએ આપી મોટી અપડેટ…

મુંબઈઃ મુંબઈ શહેરમાં રહેતા અને મુંબઈ આવતા જતા અન્ય રાજ્યો અને દેશોના તમામ પ્રવાસીઓ માટે ખાસ ખબર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આપ્યા છે. નવી મુંબઈ એરપોર્ટના ઉદ્ધાટનની તારીખ નક્કી થઈ ગઈ છે. અદાણીએ ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે 8મી ઑક્ટોબરે આ એરપોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે.

આ અત્યાધુનિક એરપોર્ટનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. તાજેતરમાં જ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા એરોડ્રોમ લાયસન્સ પણ આપવામાં આવ્યું છે. આ લાયસન્સ મળવાનું એ સાબિત કરે છે કે આ એરપોર્ટ તમામ સુવિધા અને સુરક્ષાની દૃષ્ટિએ સજ્જ છે અને તેને પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકી શકાય છે.

અદાણીએ સોશિયલ મીડિયા વીડિયો શેર કર્યો
આ એરપોર્ટના ઉદ્ધાટન પહેલા ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એક ટ્વીટ કરી હતી, જેમાં તેમણે એક વીડિયો શેર કર્યો હતો. તેમણે એરપોર્ટ તૈયાર કરવા માટે જેમણે મહેનત કરી છે તે કન્સ્ટ્રક્શન વર્કર્સ, દિવ્યાંગ કર્મચારી, મહિલા કર્મચારી, એન્જિનિયર્સ, ફાયર ફાયટર્સ અને સિક્યોરિટી ગાર્ડ્સની વ્યક્તિગત મુલાકાત લીધી.

તેમણે કહ્યું કે આ કામ હજારો હાથની મહેનતનું પરિણામ છે. આ એરપોર્ટ પરથી જ્યારે કરોડો લોકો ઉડાન ભરશે ત્યારે આ લોકોની મહેનતની ગૂંજ દરેક ઉડાનમાં સંભળાશે. આમ લખવાની સાથે અદાણીએ 8મીએ એરપોર્ટ ખુલ્લુ મૂકવામાં આવશે, તેમ જણાવ્યું છે.

પહેલા દિવસે આ એરલાઈન્સના પ્લેન ઉડશે
એરપોર્ટ માટે DGCA નું એરોડ્રોમ લાઇસન્સ મળતા જ એરપોર્ટ શરૂ થવાની લોકો રાહ જોઈ રહ્યા છે. અદાણી ગ્રુપ અને મહારાષ્ટ્ર સરકારના CIDCOનું આ સંયુક્ત સાહસ છે. એરપોર્ટ પાંચ તબક્કામાં વિકસાવ્યું છે. પ્રથમ તબક્કામાં, એરપોર્ટ વાર્ષિક લગભગ બે કરોડ જેટલા મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવે છે.

મળતી માહિતી અનુસાર એર ઇન્ડિયા, ઇન્ડિગો અને અકાસા એર જેવી મોટી એરલાઇન્સે નવી મુંબઈ એરપોર્ટથી ફ્લાઇટ સેવાઓ શરૂ કરવા માટે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સાથે ભાગીદારી કરી રહી છે. પહેલા દિવસે ઇન્ડિગોની ફ્લાઈટ પહેલી વખત ટેક ઓફ કરશે. ઇન્ડિગો પહેલા દિવસે જ 15 થી વધુ શહેરો માટે લગભગ 18 ફ્લાઇટ્સ શરૂ કરશે. જ્યારે એર ઇન્ડિયા શરૂઆતમાં દેશના 15 શહેરોને જોડતી ડેઈલી ફ્લાઇટ્સ શરૂ કરશે.

આ એરપોર્ટ ઘણી રીતે મહત્વનું છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેશનું પ્રથમ ઓટોમેટેડ કાર્ગો ટર્મિનલ સ્થાપિત કરવામાં આવ્યું છે. જે લોજિસ્ટિક ક્ષેત્ર માટે મોટી ક્રાંતિ માનવામાં આવે છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કુલ 1,160 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. મુંબઈને નવી મુંબઈથી જોડતો ન્હાવાશેવા પુલ જેને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએનએલ) ઘણા સમયથી કાર્યરત છે.

નવી મુંબઈ એરપોર્ટ જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (સી-પોર્ટ)થી માત્ર કિમીના અંતરે છે, જ્યારે મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનથી 22 કિમી, લોજા ઈન્ડસ્ટ્રિયલ એરિયાથી 53 કિમી અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટથી 32 કિમી દૂર છે. અહીં જવા માટે એમટીએનએલ મહત્વની સુવિધા સાબિત થશે.

આ પણ વાંચો…નવી મુંબઈ એરપોર્ટ કાઉન્ટડાઉન સ્ટાર્ટઃ એર ઈન્ડિયાની રોજની 20 ફ્લાઇટ્સ શરૂ થશે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button