આમચી મુંબઈ

ચૂંટણી આવી એટલે ગારગાઈ પ્રોજેક્ટ યાદ આવ્યો સીએમને…

ફડણવીસની હવે પ્રોજેક્ટને પાટે ચડાવવા મથામણ: કેન્દ્ર પાસેથી ઝટ મંજૂર મળી શકે: મુંબઈને ૪૦૦ એમએલડી વધુ પાણી મળશે

મુંબઈ: મુંબઈગરાની પાણીની વધતી માગણીને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ ગારગાઈ પ્રોજેક્ટને ૨૦૨૦ની સાલમાં મંજૂરી આપી હતી. જોકે કેન્દ્રના વનખાતા તરફથી હજી સુધી મંજૂરી મળી ન હોવાને કારણે છેલ્લા અનેક વર્ષોથી પ્રોજેક્ટ રખડી પડ્યો છે. બુધવારે મંત્રાલયમાં ગારગાઈ પ્રોજેક્ટને શક્ય એટલી વહેલી તકે અમલમાં મૂકવા માટે કેન્દ્ર સરકાર પાસેથી આવશ્યક મંજૂરીઓ તાત્કાલિક મેળવવા બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રશાસનને નિર્દેશ આપ્યો હતો.

મુંબઈની વધતી લોકસંખ્યા અને અપૂરતા પાણીપુરવઠાને પહોંચી વળવા આવશ્યક ગણાતા ગારગાઈ પ્રોજેકટનું કામ છેલ્લા અનેક વર્ષથી રખડી પડ્યુંં છે. તેથી વિરોધી પક્ષે સરકારની સતત ટીકા કરી રહી હતી. તેથી મુખ્ય પ્રધાન ફડણવીસની અધ્યક્ષતામાં બુધવારે વિધાનસભામાં ઉચ્ચ સ્તરીય બેઠમાં ગારગાઈ પ્રોજેક્ટને મુદ્દે બેઠક થઈ હતી, જેમાં વનવિભાગ, નગરવિકાસની સાથે જ સંબંધિત વિભાગના અધિકારી, પ્રધાનો તથા પાલિકાના ઉચ્ચ અધિાકરીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:કાંદિવલીમાં ચાર વર્ષના બાળકની હત્યા: આરોપી સુરતમાં પકડાયો…

મુંબઈને હાલ પ્રતિદિન ૪,૦૦૦ એમએલડી પાણીપુરવઠો તુલસી, વિહાર, ભાતસા, અપર વૈતરણા, મોડક સાગર, તાનસા અને મિડલ વૈતરણામાંથી કરવામાં આવે છે. વધતી લોકસંખ્યા મુજબ દરરોજ ૫,૦૦૦ એમએલડી પાણીની આવશ્યકતા છે. છેલ્લા ૧૫ વર્ષમાં પાલિકાએ ફકત મિડલ વૈતરણા જ એક માત્ર નવો બંધ બાંધ્યો છે. તેની મંજૂરીની લઈને બાંધકામ થઈને મુંબઈગરાને રોજનું ૪૫૫ એમએલડી પાણી મેળવવા લગભગ ૧૪ વર્ષ નીકળી ગયા હતા. તે મુજબ જ હવે ગારગાઈ, દમણગંગા, પિંજાળ આ પ્રસ્તાવિત બંધના પ્રોજેક્ટ મંજૂરી વગર રખડી પડયા છે.

ગારગાઈમાંથી મુંબઈને દરરોજ ૪૦૦ એમએમલડી વધારાનું પાણી મળવાનું છે. જોકે પાલિકાએ ૨૦૨૦માં મંજૂરી આપ્યા બાદ પણ કેન્દ્રના ફોરેસ્ટ અને વાઈલ્ડ લાઈફ ખાતા તરફથી હજી સુધી મંજૂરી આપવામાં આવી નથી. તેથી હવે પાલિકાની ચૂંટણી નજીક આવી છે ત્યારે મંત્રાલયમાં ગારગાઈને લઈને મુખ્ય પ્રધાને બેઠક લીધી હતી, જેમાં પ્રસ્તાવિત બંધને કારણે વિસ્થાપિત થનારા ગામ, તેમના પુનર્વસન, બંધના કુલ પ્રોજેક્ટ માટે થનારો ત્રણ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ વગેરે વિશે ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો: ‘વર્ક ફ્રોમ હોમ’માં મહિલાએ 15 લાખ રૂપિયા ગુમાવ્યા…

મુખ્ય પ્રધાને સંબંધિત અધિકારીઓને કેન્દ્ર સરકારના ફોરેસ્ટ અને વાઈલ્ડ લાઈફ વિભાગ પાસેથી આવશ્યક મંજૂરીઓ તાત્કાલિક મેળવવા માટે અને પ્રોજેક્ટ જલદી ચાલુ કરવાનો નિર્દેશ આપ્યો હતો ગારગાઈ બંધમાંથી ૪૦૦ એમએલડી પાણી મળવાનું છે. વાડા નજીક ઉગદા ગામ પાસે આ પ્રોજેક્ટ પ્રસ્તાવિત હોઈ છ ગામના પુનર્વસન કરવા માટે પાલિકા અને વન વિભાગને ૧૫ દિવસમાં પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button