આમચી મુંબઈ
ગણપતિબાપ્પા મોર્યાના નારા સાથે ગણપતિબાપ્પાને વિદાય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશભક્તોએ રવિવારે પાંચમા દિવસે ધામધૂમથી પોતાના લાડલા ગણપતિબાપ્પાને વિદાય આપી હતી. મુંબઈના નૈસર્ગિક સહિત કૃત્રિમ તળાવમાં સાંજના છ વાગ્યા સુધીમાં ૪,૨૬૦ ગણેશમૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું, જેમાં સાર્વજનિક મંડળોના બાવન, ઘરના ૪,૧૯૬, હરતાલિકાની ૧૨ મૂર્તિ એમ કુલ ૪,૨૬૦ મૂર્તિઓના વિસર્જન જુદા જુદા વિર્સજન સ્થળે કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન કોઈ અઘટિત બનાવ બન્યો નહોતો. જોકે દક્ષિણ મુંબઈમાં આઝાદ મેદાન પાસે મરાઠા આરક્ષણ માટે રાજ્યભરમાંથી આંદોલનકારીઓ ઊતરી આવ્યા છે, તેને કારણે ફોર્ટ, મેટ્રો થિયેટર સહિતના વિસ્તારમાં ગણેશવિસર્જન માટે જઈ રહેલા ભક્તોને થોડી અગવડ થઈ હોવાની ફરિયાદ આવી હતી.