આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિસર્જન બાદ ગણપતિની મૂર્તિનો ફોટો લેશો તો….. પોલીસનો આદેશ…

મુંબઇઃ મહારાષ્ટ્રના સૌથી મહત્વના એવા ગણેશોત્સવના તહેવારના આગમન આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. લોકો બાપ્પાના આગમનને વધાવવાની તૈયારીમાં પડ્યા છે. ટૂંક સમયમાં ગણપતિ બાપ્પાનું આગમન થશે અને ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે બાપ્પા લોકોના ઘરોમાં અને જાહેર સભામંડપોમાં બિરાજશે.આ દસ દિવસના તહેવારમાં ભારે ઉત્સાહ, ઉજવણી આનંદ જોવા મળશે, પરંતુ આ દરમિયાન પોલીસે કેટલાક મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે. ગણેશોત્સવના વ્યવસ્થિત આયોજન માટે તેમણે કેટલીક સૂચનાઓ જારી કરી છે. ગણેશોત્સવના સમગ્ર આયોજન દરમિયાન લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ ના પહોંચે એ માટે પોલીસે કેટલાક આદેશ જારી કર્યા છે.

આ પણ વાંચો : મંડપ ઊભો કરવા અત્યાર સુધી ૧૨૦૦ ગણેશમંડળોની ઓન લાઈન અરજી: મંજૂરી માટે ૩૧૧ મંડળોને

પોલીસે ગણપતિ વિસર્જન બાદ ગણેશની મૂર્તિઓની તસવીરો નહીં લેવાનો આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે જો વિસર્જન બાદ કોઇ પણ વ્યક્તિ દ્વારા મૂર્તિનો ફોટો લેવામાં આવશે અને તેનું પ્રસારણ કરવામાં આવશે તો સંબંધિત વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે સાત સપ્ટેમ્બરે ગણપતિનું આગમન થશે અને ત્યાર બાદ વિવિધ દિવસોએ તેમનું વિસર્જન કરવામાં આવશે. વિસર્જન પછી ભારે ભરતી વખતે ગણપતિ બાપ્પાની ખંડિત, અર્ધ ઓગળેલી મૂર્તિઓ દરિયા કાંઠે કે તળાવ કાંઠે ધોવાઇને આવતી હોય છે. કેટલાક લોકો આવી ખંડિત મૂર્તિઓના અને મૂર્તિઓ એકત્રિત કરતા મ્યુ. કર્મચારીઓના ફોટા લે છે અને તેને પ્રસારિત કરે છે, જેને કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાય છે.

આ પણ વાંચો : બોલો, મહારાષ્ટ્રના આ શહેરમાં આવેલું છે મોદી ગણપતિ મંદિર, PM નરેન્દ્ર મોદી સાથે છે કનેક્શન?

આવા ફોટોગ્રાફ લેવા, પ્રકાશિત થતા અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત જણાતા પોલીસે આ આદેશ આપ્યો છે.

પોલીસે જણાવ્યું છે કે કોઇ પણ વ્યક્તિએ વિસર્જન પછી ગણેશજીની મૂર્તિઓની તસવીરો લેવી નહીં અથવા તેનું પ્રસારણ કરવું નહીં. આ આદેશ 8 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

Show More

Related Articles

Back to top button
ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી