આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર રૂ. પાંચ કરોડનો ગાંજો પકડાયો: પ્રવાસીની ધરપકડ

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ મુંબઇ એરપોર્ટ પર રૂ. પાંચ કરોડનો ગાંજો જપ્ત કરીને પ્રવાસીની ધરપકડ કરી હતી.
ડીઆરઆઇ (મુંબઈ ઝોનલ યુનિટ)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીને આંતર્યો હતો, જે સોમવારે બેંગકોકથી આવ્યો હતો.
આ પણ વાંચો: એનસીબીએ અહમદનગરમાંથી 111 કિલો ગાંજો જપ્ત કર્યો: ચાર તસ્કરની ધરપકડ
અધિકારીઓએ પ્રવાસીના સામાનની તલાશી લેતાં સિલ્વર કલરના પેકેટ્સ મળી આવ્યાં હતાં, જેમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો. ગાંજાનો જપ્ત કર્યા બાદ પ્રવાસી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રવાસીને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
(પીટીઆઇ)