ખંડણીના કેસમાં ગૅન્ગસ્ટર દાઉદનો ભાઈ ઈકબાલ કાસકર નિર્દોષ

થાણે: થાણેની વિશેષ એમસીઓસીએ કોર્ટે ખંડણીના એક કેસમાં ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને નિર્દોષ જાહેર કર્યો હતો.
સ્પેશિયલ એમસીઓસીએ જજ અમિત એમ. શેટેએ બુધવારે આપેલા ચુકાદામાં કાસકરને શંકાનો લાભ આપ્યો હતો અને તપાસકર્તા પક્ષ આરોપ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો હોવાની નોંધ કરી હતી.
આ પણ વાંચો: આતંકી દાઉદ ઇબ્રાહિમ માટે અક્ષય કુમારની પત્નીનો ડાન્સ? જુઓ શું કહ્યું ટ્વિન્કલ ખન્નાએ
ગૅન્ગસ્ટર ઈકબાલ કાસકર વિરુદ્ધ 3 ઑક્ટોબર, 2017ના રોજ થાણે નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 384, 386 અને 387 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કાસકર સામે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ પણ લાગુ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: દાઉદ ઈબ્રાહિમની જમીન ખરીદનાર વકીલને મળી ધમકી, કોની સામે નોંધાયો ગુનો?
વિશેષ સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે મુંબઈના ગોરાઈ પરિસરમાં આવેલી 38 એકર જમીનના સોદા પ્રકરણે કાસકર અને અન્ય આરોપીએ બિલ્ડરને ધમકાવી ત્રણ કરોડ રૂપિયાની ખંડણી વસૂલી હતી.
બચાવ પક્ષના વકીલ પૂનિત માહિમકર અને એમઝેડજી શેખ સુનાવણીમાં હાજર રહ્યા હતા. બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી કાસકર વિરુદ્ધના આરોપ પુરવાર થતા ન હોવાની નોંધ કરી કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. (પીટીઆઈ)