આમચી મુંબઈ

ગણેશોત્સવઃ મુંબઈથી કોંકણ વચ્ચે દોડાવાશે છ ‘નમો એક્સપ્રેસ’, 300 બસ દોડાવવામાં આવશે

મુંબઈઃ ગણેશોત્સવ મહારાષ્ટ્ર જ નહીં, સમગ્ર ભારતમાં હવે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જે તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેથી રેલવે (મધ્ય, કોંકણ અને પશ્ચિમ) પ્રશાસન દ્વારા આ વર્ષે પણ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા કોંકણવાસીઓ માટે આવતીકાલથી ‘નમો એક્સપ્રેસ’ દોડાવવાની જાહેરાત કરી છે.

મધ્ય રેલવેના દાદર રેલવે સ્ટેશન પરથી આવતીકાલે રાતના 9.45 વાગ્યાના સુમારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ ટ્રેનને લીલી ઝંડી આપશે. ભાજપના વિધાનસભ્ય નીતેશ રાણેએ આ મુદ્દે એક્સ પર ટવિટ કરીને પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં નીતેશ રાણેએ લખ્યું હતુ કે પાર્ટી હિંદુઓ તહેવારોની શાનદાર ઉજવણી કરશે. ભક્તો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરતા નીતેશ રાણેએ મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર પર નિશાન સાધ્યું હતું. શિવસેના (ઉદ્ધવ ઠાકરે ગ્રુપ)ની આગેવાની હેઠળની સરકારના શાસન વખતે હિંદુઓને તહેવારની ઉજવણી કરવાનું મુશ્કેલ બન્યો હોવાનો દાવો કર્યો હતો.

દર વર્ષે ગણેશોત્વની ઉજવણી માટે મુંબઈથી લોકો કોંકણમાં જતા હોય છે, તેથી કોંકણવાસીઓની સુવિધા માટે ખાસ કરીને નવો એક્સપ્રેસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ધારિત ટ્રેન તથા વિશેષ ટ્રેન સિવાય છ નમો એક્સપ્રેસ દોડાવવામાં આવશે. એટલું જ નહીં, ભક્તો માટે 300 બસની વ્યવસ્થા કરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

ગણેશોત્સવ નિમિત્તે અગાઉથી પશ્ચિમ અને મધ્ય રેલવેએ વિશેષ ટ્રેનની જાહેરાત કરી છે, જ્યારે વિશેષ બસ દોડાવવામાં આવશે, પરંતુ કોંકણમાં જનારાનો ધસારો વધારે રહેવાથી દરેક વખતે રિઝર્વેશન મળવાનું મુશ્કેલ રહે છે. આ મુદ્દે રેલવેએ જ નહીં, પરંતુ રાજ્ય સરકારે વિશેષ વ્યવસ્થા કરવી જરુરી છે, એમ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…