
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવને મહારાષ્ટ્ર સરકારે આ વર્ષથી ‘મહારાષ્ટ્ર રાજ્ય ઉત્સવ’ જાહેર કર્યો છે ત્યારે આ વર્ષે મુંબઈમાં ગણેશોત્સવ વધુ ધૂમધામથી ઊજવવામાં આવે એવી શક્યા છે ત્યારે મુંબઈના તમામ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને આવશ્યક રહેલી તમામ પ્રકારની મંજૂરીઓ ‘વન વિન્ડો’ યોજના દ્વારા ઓનલાઈન પદ્ધતિએ આપવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે.
તે માટે સોમવાર, ૨૧ જુલાઈ, ૨૦૨૫થી પાલિકાની વેબસાઈટ પર કમ્પ્યુટરાઈસ્ડ વન વિન્ડો પદ્ધતિેએ અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. ગણેશોત્વસની ઊજવણી દરમ્યાન મુંબઈના હજારો સાર્વજનિક ગણેશોત્સવ મંડળો સાર્વજનિક અથવા ખાનગી જગ્યા પર મંડપ ઊભા કરે છે.
આપણ વાંચો: કોંકણમાં ગણેશોત્સવ માટે 16 સ્પેશિયલ ટ્રેન
આ તમામ ગણેશ મંડળો માટે પાલિકા વિવિધ સુવિધા ઉપલબ્ધ કરી આપે છે. પાલિકાની https://portal.mcgm.gov.in વેબસાઈટ પર મિનિટોમાં મંડળોને મંડપ માટે પરવાનગી અને અરજીને રીન્યુ કરી શકાય છે.
મંડળોને કમ્પ્યુરાઈસ્ડ સિસ્ટમથી અરજી ભર્યા બાદ સ્થાનિક પોલીસ અને સ્થાનિક ટ્રાફિક પોલીસ પાસેથી નો-ઓબ્જેકશન મેળવવા માટે તેમની પાસે જવાની જરૂર નથી. આ તમામ પ્રક્રિયા પાલિકાના વોર્ડ સ્તર પર આસિસ્ટન્ટ કમિશનર અને ઝોન સ્તરે ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શનમાં ઓનલાઈન થાય છે. તેથી મંજૂરીઓ મેળવવા માટે જુદી જુદી જગ્યાએ ધક્કા ખાવાથી છૂટકારો મળશે.