ગણેશોત્સવ દરમિયાન કોંકણ જતા ભાવિકોને ટોલ માફી: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન કોંકણ જતા ગણેશ ભક્તો માટે નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મોટી રાહત આપતો નિર્ણય લીધો છે.
23 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી, ગણેશોત્સવ માટે કોંકણ જતા વાહનો અને એસટી બસોને મુંબઈ-બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, મુંબઈ-ગોવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ જાહેર બાંધકામ વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી)ના અધિકારક્ષેત્ર હેઠળના રસ્તાઓ પર ટોલ માફી મળશે.
આપણ વાંચો: લાડકી બહિણ યોજનાનો ફટકો: ગણેશોત્સવમાં નહીં મળે ‘આનંદાચા શિધા’, શિવ ભોજન થાળી પણ બંધ થશે?
આ માટે ‘ગણેશોત્સવ 2025 – કોંકણ દર્શન’ નામનો એક ખાસ ટોલ માફી પાસ જારી કરવામાં આવશે અને તેના પર વાહન નંબર અને વાહન માલિકની માહિતી નોંધવામાં આવશે.
આ પાસ સંબંધિત પ્રાદેશિક પરિવહન અધિકારી, પોલીસ અને પરિવહન વિભાગ પાસે ઉપલબ્ધ રહેશે. પરતની યાત્રા માટે પણ આ જ પાસ સ્વીકારવામાં આવશે.
આ નિર્ણયથી કોંકણ જતા લાખો શ્રદ્ધાળુઓને મોટી રાહત મળશે.