આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગણેશભક્તો વિર્સજન દરિમયાન રહેજો સાવધાન: પાલિકાએ કરી આ અપીલ

શ્રી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે નાગરિકોએ સાવચેતી રાખવાની મુબઈ મહાનગપાલિકાએ અપીલ કરી છે.
ગણેશ વિસર્જન દરમિયાન મુંબઈના દરિયામાં મોટી સંખ્યામાં ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે.

ગણેશ વિસર્જન દરમિયાન ગણેશભક્તોને ડંખ મારતી હાનિકારક માછલીઓ મત્સ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘ટ્રાયલ નેટિંગ’માં મોટી સંખ્યામાં મળી આવી છે, એમ મુંબઈ શહેર જિલ્લાના સહાયક કમિશ્નર ઑફ ફિશરીઝ (મહારાષ્ટ્ર સરકાર) દ્વારા માહિતી આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા શું ગિરગાંવ અને દાદર ચોપાટીમાં ગણેશભક્તોને કરડતી માછલીઓનું અસ્તિત્વ છે? તે માટે ટ્રાયલ નેટિંગ તાજેતરમાં કરવામાં આવી હતી. આ દરમિયાન ધોમી, પ્રોન, સ્ટિંગ રે (પાકટ), જેલી ફિશ, શિંગટી, બ્લુ જેલી ફિશ, ઘોડા માસા, છોટે રવસ વગેરે માછલીઓ જોવા મળે છે.

આ પણ વાંચો: ભાવનગર કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા સરકારી કારમાં તીર્થયાત્રાએ નીકળી પડ્યા!

જાળી દરમિયાન પાકટ (સ્ટિંગ રે) માછલી મળી આવી છે. તેની સાથે માછલીની સાથે જેલી ફિશ, બ્લુ જેલી ફિશ જેવી હાનિકારક માછલીઓ પણ મળી આવી છે.

તેથી મહારાષ્ટ્ર સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા શ્રી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે નીચેની સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવે છે.

વિર્સજન દરમિયાન લેવાની સાવચેતી

  1. શ્રી ગણેશ મૂર્તિનું વિસર્જન મુંબઈ મહાનગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા નિયુક્ત કરાયેલા લાઈફ ગાર્ડ દ્વારા થવું જોઈએ.
  2. ગણેશ ભક્તોએ શ્રી ગણેશ મૂર્તિના વિસર્જન વખતે ખુલ્લા હાથે દરિયામાં પ્રવેશવાનું ટાળવું જોઈએ.
  3. ગણેશ વિસર્જન વખતે પગમાં માછલીના કરડવાથી બચવા માટે ગમબૂટનો ઉપયોગ કરવો જોઈએ.
  4. નિમજ્જન સ્થળ પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મુંબઈ પોલીસ દળ દ્વારા સમયાંતરે આપવામાં આવેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો.
  5. પાલિકા પાસે શ્રી ગણેશ મૂર્તિ વિસર્જન સ્થળ પર જ્યાં જરૂર જણાય ત્યાં પ્રાથમિક સારવાર માટે મેડિકલ રૂમ હશે. માછલી કરડવાની ઘટનાના કિસ્સામાં, સંબંધિતોએ પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક આ મેડિકલ રૂમનો સંપર્ક કરવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button