ગણેશચતુર્થીના દિવસે રાણીબાગ ખુલ્લો રહેશે...
આમચી મુંબઈ

ગણેશચતુર્થીના દિવસે રાણીબાગ ખુલ્લો રહેશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ગણેશચતુર્થી નિમિત્તે બુધવાર, ૨૭ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ સાર્વજનિક રજા છે, છતાં ભાયખલામાં આવેલું વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીબાગ(રાણીબાગ) નાગરિકો માટે ખુલ્લો રહેશે.

તો બીજા દિવસે ગુરુવાર, ૨૮ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ બંધ રહેશે એવું મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

ભાયખલા(પૂર્વ)માં આવેલ રાણીબાગ દર અઠવાડિયે બુધવારના બંધ રાખવામાં આવે છે. જોકે પાલિકાએ અગાઉ મંજૂર કરેલા એક પ્રસ્તાવ મુજબ બુધવારે સાર્વજનિક રજા આવે તો તે દિવસે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય જનતા માટે ખુલ્લું રાખવું અને બીજા દિવસે બંઘ રાખવું.

આ પ્રસ્તાવ મુજબ બુધવાર, ૨૭ ઑગસ્ટના રાણીબાગ ખુલ્લો રાખવામાં આવશે.

આ પણ વાંચો…Ganesh Chaturthi 2025: જાણો કઈ તારીખે છે ગણેશ ચતુર્થી? આ વખતે કેટલા કલાકનું છે પૂજાનું શુભ મુહૂર્ત?

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button