ગાંધીગીરીઃ મધ્ય રેલવેમાં ટ્રેનોના ‘ધાંધિયા’થી ત્રસ્ત પ્રવાસી સંગઠનોએ શાંતિપૂર્ણ રીતે કર્યું આંદોલન, પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય રેલવેમાં નિયમિત રીતે લોકલ ટ્રેનોના ધાંધિયા રહે છે, જે રેગ્યુલર વિના કારણ ટ્રેનો મોડી દોડતી હોવા છતાં રેલવે ફક્ત એનાઉન્સ કરીને હાથ ઊંચા કરે છે. વધતી પ્રવાસીઓની મુશ્કેલીઓ અંગે રેલવે પેસેન્જર સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી. પીક અવર્સ જ નહીં, પરંતુ નોન-પીક અવર્સમાં પણ એક પછી એક ટ્રેનો રદ કરતા હોવાથી ટ્રેનોમાં ટ્રાવેલ કરવાનું મુશ્કેલ બન્યું છે. એક કરતા અનેક સમસ્યા મુદ્દે પ્રવાસી સંગઠને ગુરુવારે આંદોલનની જાહેરાત કરી હતી, જે આજે શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવ્યું હતું. જોકે, આ મુદ્દે રેલવે દુર્લક્ષ સેવશે તો આગામી દિવસોમાં આક્રમક આંદોલન કરવામાં આવશે, એવું સંગઠનના સભ્યોએ દાવો કર્યો હતો.
રેલવે કમ્યુટર્સ એસોસિએશને જાહેર કરેલા વિરોધ પ્રદર્શનમાં આજે મુંબઈગરાઓએ પણ શાંતિપૂર્ણ “વીયર વ્હાઇટ” વિરોધ (ગાંધીગીરી)માં ભાગ લેવા હાકલ કરી હતી. પીક અવર્સ દરમિયાન લોકલ ટ્રેન સેવાઓને પ્રાધાન્ય આપવાની સાથે પેન્ડિંગ રેલવેના પ્રોજેક્ટને પણ ઝડપથી પૂરા કરવાનો અનુરોધ કર્યો હતો. થાણે-કર્જત-કસારા વધુ લોકલ ટ્રેન દોડાવવાની સાથે પંદર ડબાની ટ્રેન વધારવા, ઘાટકોપરથી કલ્યાણ વચ્ચે ટ્રેન દોડાવવાનો પેસેન્જર એસોસિયેશને અપીલ કરી હતી.
આજે મધ્ય રેલવેના વિવિધ રેલવે સ્ટેશન ખાતે પેસેન્જર એસોસિયેશનના શાંતિપૂર્ણ અંદોલનમાં લોકોએ વ્હાઈટ કલર શર્ટ અને બ્લેક પેંટમાં જોવા મળ્યા હતા, જ્યારે મહિલાઓએ વ્હાઈટ કલરની સાડી યા પેન્ટ શર્ટમાં જોવા મળ્યા હતા.
પેસેન્જર એસોસિએશનના સભ્યોએ બદલાપુર-કર્જત, કલ્યાણ, ડોમ્બિવલી, આસનગાંવ અને દિવા સ્ટેશન પર પ્રવાસીઓએ કાળી પટ્ટીઓનું વિતરણ કર્યું હતું. જોકે, આ સિમ્બોલિક યા શાંતિપૂર્ણ વિરોધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. રોજના લાખો પ્રવાસીઓને ટ્રેનો મોડી પડવાથી હાલાકી પડે છે, તેથી સંગઠન દ્વારા શાંતિપૂર્ણ આંદોલન કર્યું હતું, પરંતુ મંગળવારના આંદોલનથી સાવ શાંતિપૂર્ણ આંદોલન હતું, એમ સંગઠનના સભ્યએ જણાવ્યું હતું.
વિવિધ રેલવે સ્ટેશનોની વાત કરીએ તો એકંદરે કુલ મળીને 1.20 લાખથી વધુ પ્રવાસીએ હાજર રહી આંદોલનને સમર્થન આપ્યું હતું. મુંબઈ રેલ પ્રવાસી સંઘે ‘વીયર વ્હાઇટ’ આંદોલનને સમર્થન આપવા બદલ પ્રવાસીઓનો આભાર માન્યો હતો.