તહેવારોમાં બનાવટી મીઠાઈનું જોખમ: જાણી લેજો FSSAIની ગાઈડલાઈન
મુંબઇ: દેશમાં તહેવારોની રમઝટ જામી ગઇ છે. એમાં પણ હવે દિવાળીને ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળી આવે એટલે મિઠાઇના વેચાણમાં પણ ધૂમ વધારો થાય છે. તહેવારોમાં મિઠાઇની માંગ વધતાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ પણ વધવાનું જોખમ હોય છે.
ત્યારે આ વાતને ધ્યાનમાં લઇ ફૂ઼ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI ) દ્વારા કેટલીક મહત્વની ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે તહેવારોની સીઝનમાં દુકાનદારોને ખાણી-પીણીની વસ્તુઓની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવાની સૂચના આપવામાં આવી છે. FSSAI એ દેશભરમાં 400 રાજ્યસ્તરીય અધિકારીઓને દુકાનદારો પર નજર રાખવાની સૂચના આપી છે.
હેલ્થ એક્સપર્ટ્સના મત મુજબ દિવાળી અથવા તો તહેવારો ટાંણે બજારમાં વેચાતી મિઠાઇઓમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થતી હોવાનું જણાય છે. ભેળસેળ કરતી વખતે ખાદ્ય પદાર્થોમાં વધુ માત્રામાં સ્ટાર્ચ મેળવવામાં આવે છે. સ્ટાર્ચની વઘુ માત્રા લિવર અને કિડની માટે હાનિકારક હોય છે.
ક્યારેક ક્યારે મિઠાઇમાં ફોર્મેલિનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મેલિનનો ઉપયોગ સામાન્ય રીતે મૃતદેહને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે કરવામાં આવે છે. મિઠાઇમાં ફોર્મેલિન જેવા કેમિકલ વાપરવું હાનિકારક હોવાની સાથે ખૂબ જ જોખમી પણ છે. નાના બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે તો તે ખૂબ જ જોખમી ગણવામાં આવે છે. જેને કારણે તેમનો જીવ જોખમમાં મૂકાઇ શકે છે.
આવા પ્રકારની મિઠાઇના સેવનને કારણે આપડા આરોગ્ય પર વિપરીત પરિણામ થઇ શકે છે. ગર્ભવતી મહિલાઓ પર તેની ખરાબ અસર થઇ શકે છે. વાળક દિવ્યાંગ જન્મી શકે છે. આવી મિઠાઇ વૃદ્ધો માટે પણ હાનિકારક સાબિત થઇ શકે છે.
આવી બનાવટી મિઠાઇના દુશપરિણામોથી બચવા માટે મિઠાઇ ખરીદતી વખતે ખાસ કાળજી લેવી. મિઠાઇ ખરીદતી વખતે FSSAI રેટેડ દુકાનોમાંથી જ ખરીદવાનો આગ્રહ રાખો. જ્યાં સ્વચ્છતા અને ગુણવત્તા હોય એવી જ જગ્યાએથી મિઠાઇ ખરીદો.