આમચી મુંબઈમહારાષ્ટ્ર
પુત્રને નોકરી અપાવવાને પિતા સાથે લાખોની ઠગાઇ: ચાર સામે ગુનો

થાણે: શિપિંગ કંપનીમાં પુત્રને નોકરી અપાવવાને બહાને પિતા સાથે રૂ. છ લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે ચાર જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કલવા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે આરોપી ચંદ્રશેખર ચોરગે, શંભુ પ્રસાદ શર્મા, ગણેશ કદમ અને નાસિર હુસૈન અલી હુસૈન વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
આરોપી ચંદ્રશેખર ચોરગેએ ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને તેના પુત્રને શિપિંગ કંપનીમાં નોકરી મેળવી આપવાનું આશ્ર્વાસન આપ્યું હતું. ચોરગેએ આ માટે ફરિયાદી પાસેથી રૂપિયા લીધા હતા.
જોકે ફરિયાદીના પુત્રને નોકરી ન મળતાં તેણે આરોપીઓ પાસે પૈસા પાછા માગ્યા હતા. તેમણે ફરિયાદીને રૂ. પાંચ લાખનો ચેક આપ્યો હતો, જે બેન્કમાં જમા કરાવતા પાછો ફર્યો હતો. બાદમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. (પીટીઆઇ)