સીએસએમટી નજીક કારે બસ, પોલીસ વેનને ટક્કર માર્યા બાદ ચાર યુવકને અડફેટમાં લીધા

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) નજીક પૂરપાટ વેગે આવી રહેલી કારે બસ અને પોલીસ વેનને ટક્કર માર્યા બાદ ચાર યુવકને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં ઘવાયેલા ચારેયને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હોઇ બેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. આઝાદ મેદાન પોલીસે આ પ્રકરણે 80 વર્ષના કારચાલક દિલીપ ચટવાણીને તાબામાં લીધો હોઇ તે માહિમનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર સીએસએમટી નજીક મેક્ડોનલ્ડ પાસે મંગળવારે સાંજે આ અકસ્માત થયો હતો. પૂરપાટ વેગે આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવન્યો હતો અને કારે પ્રથમ સ્કૂલ બસને ટક્કર મારી હતી અને બાદમાં રસ્તાને
કિનારે ઊભેલી પોલીસ વેન સાથે ભટકાઇ હતી. પછી કાર રસ્તા પરથી પસાર થઇ રહેલા યુવકો તરફ ધસી ગઇ હતી.
આ અકસ્માતમાં ઘવાયેલા ચારેયની ઓળખ વિજય રાજભર, સદ્દામ અન્સારી, અજય ગુપ્તા અને પ્રવીણ ગુપ્તા તરીકે થઇ હતી, જેમને સારવાર માટે સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.