ફેરિયાઓ પાસેથી હપ્તા લેનારા ધારાવીના ચાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ

મુંબઈ: ફેરિયાઓ પાસેથી કથિત હપ્તા વસૂલી કરનારા ધારાવી પોલીસ સ્ટેશનના ચાર કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ફેરિયાઓ પાસેથી રૂપિયા લેનારા ચારેય કોન્સ્ટેબલનો વીડિયો તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ફેરિયાઓ સામે તાબડતોબ કાર્યવાહીની વેપારીઓની માગણી…
ફૂટપાથ અને રસ્તાને કિનારે અડિંગો જમાવી બેસેલા ફેરિયાઓ સામે કોઈ કાર્યવાહી ન કરવા માટે તેમની પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા. કોન્સ્ટેબલોની આ હરકત મુંબઈ પોલીસની પ્રતિષ્ઠાને કલંક લગાડનારી હોવાનું અધિકારીનું કહેવું છે.
સસ્પેન્ડ કરવામાં આવેલા ચારેય કોન્સ્ટેબલ મહેશ પૂજારી, કાશીનાથ ગજરે, ગંગાધર ખરાત અને આપ્પાસાહેબ વાઘચૌરે ધારાવી પોલીસ સ્ટેશનમાં બીટ માર્શલ્સ તરીકે ફરજ બજાવતા હતા.
આ પણ વાંચો: CSMT To High Court સુધીનો વિસ્તાર ફેરિયામુક્ત થાય એના માટે હાઈ કોર્ટે શું આપ્યો આદેશ?
કોન્સ્ટેબલોની ગેરવર્તણૂકની ગંભીર નોંધ લઈને પોલીસ દળ દ્વારા પહેલી અને બીજી માર્ચે તેમના સસ્પેન્શન ઑર્ડર જારી કર્યા હતા, એવું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)